‘મારો મત નવા ભારતના નિર્માણને મત’ સ્લોગન સાથે

શુક્રવારથી ભાજપ લીગલ સેલની બોકસ ક્રિકેટ ટુર્નામેન્ટ: પ્રથમવાર મહિલાઓએ ભાગ લીધો

Local | Rajkot | 24 April, 2024 | 04:52 PM
વિરાણી સ્કુલના ગ્રાઉન્ડમાં આયોજન 16 પુરૂષ અને 2 મહિલા ટીમો: રવિવારે ફાઈનલ-સેમીફાઈનલ રમાશે
સાંજ સમાચાર

રાજકોટ તા.24
લોકસભાની ચૂંટણીનું મહાપર્વ આવી રહ્યું છે ત્યારે યુવા, મહીલા મતદારોમાં જાગૃતી આવે અને મતદારો પોતાના મતાધિકારનો વધુમાં વધુ ઉપયોગ કરે અને મારો મત ભારતના નિર્માણ ને મત એવા હેતુ સૌ જંગી મતદાન કરે અને લોકશાહીના આ પર્વની ઉજવણી કરે તેવા હેતુથી શહેર ભાજપ લીગલ સેલના માર્ગદર્શન હેઠળ ભાજપ યુવા લીગલ સેલ સહાયક ટીમ દ્વારા યુવા એડવોકેટો માટે નવીનતમ બોકસ ક્રિકેટ ટુર્નામેન્ટનું પ્રથમ વાર આયોજન કરવામાં આવી રહેલ છે. આ ઉપરાંત પ્રથમ વખત બે મહિલા ટીમો પણ ભાગ લઈ રહી છે.

આગામી તા.26/4/24 થી તારીખ 28/4/24 દરમ્યાન સાંજના વિરાણી હાઈસ્કુલના ગ્રાઉન્ડમાં યોજાનાર આ બોકસ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાવાની છે જેમાં કુલ 16 ટીમોએ ભાગ લીધો છે. તેમાં 5-5 મેચ 2 દિવસ માટે રમાશે તેમજ રવિવારે સેમીફાઈનલ તથા ફાઈનલ મેચ રમાશે.ભાજપના પ્રવકતા રાજુભાઈ ધ્રુવના હસ્તે થયેલ ડ્રો મુજબ વિવિધ ટીમો વચ્ચે મેચ રમાડવામાં આવશે.

જેમાં વિજેતા ટીમોને શીલ્ડ તેમજ ઈનામો આપવામાં આવશે. પ્રોફેશ્નલ એમ્પાયર મેચનું અમ્પાયરીંગ કરશે.આ નવીનતમ બોકસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જોડાવવા, નીહાળવા માટે ટીમને પ્રોત્સાહન આપવા તેમજ પ્રેરક બળ પુરુ પાડવા માટે રાજકોટના વકીલો મોટી સંખ્યામાં હાજર રહે તે માટે રાજકોટ ભાજપ લીગલ સેલના કન્વીનર પીયુષભાઈ શાહ, સહકન્વીનર કમલેશભાઈ ડોડીયા તથા સમગ્ર કોર કમીટી દ્વારા અપીલ સહ નિમંત્રણ પાઠવેલ છે.

ટુર્નામેન્ટ અંગે માહિતી પુરી પાડવા આજરોજ પ્રેસની મુલાકાતે રાકેશભાઈ ગોસ્વામી, ધર્મેશભાઈ સખીયા, રક્ષીતભાઈ કલોલા, ભાજપ યુવા લીગલ સહાયક સેલના કન્વીનર અભિષેક શુકલ, સહકન્વીનર સાગર હપાણી, પાર્થરાજસિંહ ઝાલા, નીશાંત જોષી, કીશન રાજાણી, રવી ધ્રુવ હીમાલય મીઠાણી, હીત અવલાણી, મીત સોમૈયા, આનંદ રાધનપુરા, જીતેશ રાઠોડ, ભૂમિકા પટેલ, હેમલ ગોહેલ, ચેતન ચોવટીયા, પ્રતીક વ્યાસ, રીતીન મેંદપરા, કેવલ પુરોહીત, રવી લાલ, કરણ ગઢવી, રાહુલ મકવાણા, ભાર્ગવ બોડા, મીલન મેનોરા, પ્રદીપ પરમાર, અજયસિંહ ચુડાસમા, પ્રશાંત રૂપારેલીયા, હુશેન હેરંજા, અલય ખખ્ખર, મૌલીક જોષી, સ્મીત પારેખ, ભાર્ગવ પંડયા, ચાંદની પુજારા, ભાજપ લીગલ સેલ મીડીયા ઈન્ચાર્જ પારસભાઈ શેઠ રવિરાજસિંહ રાઠોડ, મનન ભીમાણી, નીરવ રામાણી, ઈશાન ભટ્ટ, રૂષી જોશી, પુનમ પટેલ, ધર્મિષ્ઠાબા ઝાલા વગેરેએ હાજર લઈ વિગતો આપી હતી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj