ઉમેદવાર ભરત સુતરીયા પાસે 55.98 લાખની મિલ્કત: રોકડ બેલેન્સ 50 હજાર: વાહનમાં માત્ર એક જ એકટિવા

અમરેલી લોકસભા બેઠકમાં ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાએ ફોર્મ ભર્યું

Local | Amreli | 19 April, 2024 | 10:52 AM
કેન્દ્રીય મંત્રી રૂપાલા, નેતા દિલીપ સંઘાણી, સાંસદ, ધારાસભ્ય આગેવાનો, કાર્યકરોની વિશાળ હાજરીમાં રેલી બાદ ઉમેદવારીપત્ર રજૂ કર્યુ
સાંજ સમાચાર

(મિલાપ રૂપારેલ દ્વારા) અમરેલી,તા.19 અમરેલી લોકસભાનાં ભાજપનાં ઉમેદવાર ભરત સુતરીયાએ ગઈકાલે ગુરૂવારનાં રોજ પોતાનું ઉમેદવારી પત્રક રજુ કર્યુ. ફોર્મ ભરતા પહેલા લાઠી રોડ બાયપાસ ખાતે ભવ્ય જંગી સભાનું આયોજન કરાયું હતું અને ત્યાર બાદ ઐતિહાસીક ભવ્ય બાઈક અને કાર રેલી અમરેલી શહેરનાં રાજમાર્ગો ઉપર નિકળી હતી. જેમાં અમરેલી શહેરની જનતા દ્વારા પુષ્પવર્ષા અને ફુલહાર કરીને ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં 14-અમરેલી લોકસભાનાં નાગરીકો, યુવાનો, કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં આ રેલીમાં જોડાઈને ભવ્ય સમર્થન આપ્યું હતું. આ રેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સમાપન બાદ નાગનાથ મંદિરે મહાદેવનાં દર્શન કરીને કલેકટર ઓફીસે મુખ્ય આગેવાનોની ઉપસ્થિતિમા ં ભરત સુતરીયાએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ પ્રસંગે રાજકોટના ઉમેદવાર અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરશોતમભાઈ રૂપાલા, એનસીયુઆઈના ચેરમેન દીલીપભાઈ સંઘાણી, સાંસદનારણભાઈ કાછડીયા, નાયબ મુખ્ય દંડક કૌશીક વેકરીયા, લોકસભા સીટનાં પ્રભારી ધર્મેન્દ્રસિંહજી જાડેજા, જિલ્લા સંગઠનનાં પ્રભારી ભરતભાઈ બોઘરા, ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ આર.સી. મકવાણા તથા સમગ્ર જિલ્લામાંથી ભાજપનાં આગેવાનો, હોદેદારો, ચુંટાયેલા તમામ સભ્યો, પાર્ટીનાં કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં હાજર રહૃાા હતા. અમરેલીનાં ઈતિહાસમાં કયારેય ન યોજાય હોય તેવી જંગી ભભવિજય સંકલ્પ રેલીભભ દ્વારા ભાજપનાં ઉમેદવાર ભરત સુતરીયાએ નગારે ઘા કરી અને જોરદાર શરૂઆત કરી છે. અમરેલી લોક સભાના ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાએ રેલી સાથે અમરેલી કલેક્ટર કચેરી ખાતે ફોર્મ રજુ કરેલ હતુ. જેમાં ગુજરાતના લોકસભાના ઉમેદવારમાંથી સૌેથી ઓછી આવક ધરાવતા ઉમેદવાર હશે.પોતાની રોકડ બેલેન્સ ફક્તત પ0 હજાર અને પોતાની કાર પણ ધરાવતા નથી. રાજકોટ અને પોતાના ગામ જરખિયા માં પપ.98 લાખ ની મિલકત ધરાવેશે.પોતે વાહનમાં એક એક્ટિવા ધરાવે છે.ગત સાલનું રિટર્ન રૂા.4,6ર,990 નું ભરેલ હતું.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj