જામજોધપુરમાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમનું ઉમળકાભેર સ્વાગત

Saurashtra, Politics, Lok Sabha Election 2024 | Jamnagar | 26 April, 2024 | 02:20 PM
કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે યોજાયેલ જાહેરસભામાં લોકોએ સ્વયંભૂ ઉમટી જીત માટેનો આપ્યો કોલ: જામજોધપુરના મુખ્ય માર્ગો ઉપર નિકળેલ ભવ્ય રોડ-શો દરમ્યાન ઠેર-ઠેર કરાયું ભાવભર્યુ સ્વાગત: વિવિધ જ્ઞાતિ, સંસ્થાના આગેવાનો, ગરબી મંડળના હોદેદારો પણ જોડાયા
સાંજ સમાચાર

જામનગર તા.26
દેશભરમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે હાલાર તરીકે ઓળખાતી જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને છેલ્લી બે ટર્મથી સંસદસભ્ય તરીકેની જવાબદારી યોગ્ય અને સક્રિય રીતે નિભાવતા પૂનમબેન માડમને જામજોધપુરમાં પણ ભારે લોકસમર્થન મળી રહ્યું છે. જામજોધપુરમાં યોજાયેલ રોડ-શો અને જાહેરસભામાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી પૂનમબેનને જીતાડી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હાથ મજબુત કરવા ખાત્રી આપી હતી.

જામનગર લોકસભામાં સમાવિષ્ટ જામજોધપુર વિધાનસભાના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જામજોધપુરમાં ભાજપના ઉમેદવાર અને હાલારના લોકલાડીલા સાંસદ પૂનમબેન માડમનો રોડ-શો યોજવામાં આવ્યો હતો. આ રોડ-શો દરમ્યાન અનેક સ્થળોએ લોકોએ પૂનમબેન માડમને આવકાર્યા હતા અને ભવ્ય જીત માટે શુભેચ્છા પાઠવી હતી. 

રોડ-શોના સમાપન બાદ જામજોધપુર ખાતે જામજોધપુર વિધાનસભા મત વિસ્તારના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત જનસમુદાયને સંબોધતા શ્રી પૂનમબેન માડમ એ જણાવેલ કે, ભારતીય જનતા પાર્ટી ની સમર્પિત સેવા છેવાડાના માનવી સુધી પહોંચી છે.

પંથકના સૌ નાગરિકોએ મોદીની ગેરન્ટી માં અપ્રતિમ વિશ્વાશ દાખવી, પ્રચંડ જનસમર્થન ની કટિબદ્ધતા વ્યક્ત કરી. રેલી તથા ઉદબોધન સમયે ઉમટી પડેલ જામજોધપુર વાસીઓનો આ અદભુત ઉત્સાહ અને સમર્થન ચોક્કસપણે એકવાર ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ જીત સુનિશ્ચિત કરનાર પ્રતીત થયા. જામજોધપુર મુખ્ય માર્ગ ઉપર લોક્સભાના સાંસદ તથા  ઉમેદવાર શ્રી  પૂનમબેન માડમનો ભવ્ય રોડ શો યોજાયો. વિવિધ જ્ઞાતિના આગેવાનો, ગરબી મંડળ, સામાજિક સંસ્થા દ્વારા પૂનમબેન માડમ નું સ્વાગત કરવામાં આવ્યું, ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પછી પ્રચંડ જનમેદની સાથે સભા યોજાઈ. 

આ તબ્બકે સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમ, જિલ્લા પ્રમુખ રમેશભાઈ મૂંગરા, જિલ્લા મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, અભિષેસકભાઈ પટવા, પ્રવિણસિંહ જાડેજા, પૂર્વમંત્રી ચીમનભાઈ સાપરીયા, પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા, ચિરાગ કાલરીયા, શહેર તાલુકા પંચાયત પ્રમુખ જે ટી ડોડીયા, શહેર ભાજપ પ્રમુખ જયેશભાઇ ભાલોડીયા, તાલુકા પંચાયત પ્રભારી ખુશાલભાઈ જાવિયા,  પૂર્વ જિલ્લાપંચાયત મહામંત્રી ચેતનભાઈ કડીવાલ, અગ્રણી આગેવાન અમુભાઈ, જિલ્લા પંચાયતના સભ્યો, મોરચા ના પદાહિકારીઓ, શહેર સંગઠનના પદાધિકારીઓ હોદેદારો, કાર્યકર્તાઓ, મહિલાઓ, સામાજિક અગ્રણીઓ વિશાળ સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં જામજોધપુરમાં રહેતા તમામ જ્ઞાતિના શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા અને મોદીની ગેરેંટીમાં વિશ્ર્વાસ હોવાની પૂનમબેનને ખાત્રી આપી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj