જામનગર ઉત્તર વિધાનસભા વિસ્તારમાં ભાજપના પૂનમબેનનો ભવ્ય રોડ-શો

Gujarat, Saurashtra, Politics, Lok Sabha Election 2024 | Jamnagar | 06 May, 2024 | 03:05 PM
ધારાસભ્ય રિવાબા જાડેજા અને શહેર ભાજપ અધ્યક્ષ ડો.વિમલભાઇ કગથરાની આગેવાનીમાં 900થી વધુ બાઇકસવાર કાર્યકરો જોડાયા: ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમને અનેક સ્થળો ઉપર અભૂતપૂર્વ આવકાર: કુમકુમ તિલક અને ફૂલો વરસાવી કરાયું ઉમળકાભેર સ્વાગત: આચારસંહિતાને માન આપી માઇક પરથી જાહેરાત કરી રાત્રે 10 વાગ્યે લાઉડ સ્પીકર બંધ કરાયું
સાંજ સમાચાર

જામનગર તા.6

જામનગર લોકસભાની બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને વર્તમાન સાંસદ પૂનમબેન માડમના સમર્થનમાં ગઈકાલે 78- વિધાનસભા વિસ્તારમાં ભવ્ય બાઈક રેલી સાથેનો રોડ શો યોજાયો હતો, જેમાં સમગ્ર રેલીના રૂટ દરમિયાન સાંસદ પૂનમબેન માડમને ઠેર-ઠેર પુષ્પવૃષ્ટિ કરી કુમકુમ તિલક તેમજ ફૂલહાર સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું. સાંજે 6.00 વાગ્યાથી મોડી રાત્રે 2.00 વાગ્યા સુધી જામનગર માટે ઐતિહાસિક કહી શકાય એવા ભવ્ય રોડ શો માં ઉમેદવાર પૂનમબેન માડમને ભવ્ય આવકાર સાથે પ્રચંડ જન સમર્થન મળ્યું હતું.

જામનગર 78- વિધાનસભા વિસ્તારના મધ્યસ્થ કાર્યાલયથી બાઇક રેલી સાથેના ભવ્ય રોડ શોનો પ્રારંભ થયો હતો. જે 80 ફૂટ રિંગ રોડ, દિગજામ ઓવર બ્રિજ, મહાકાળી સર્કલ, બાલાજી પાર્ક, તિરુપતિ મહાદેવ મંદિર, બેડી રીંગરોડ, હનુમાન ટેકરી, ત્યારબાદ વોર્ડ નંબર પાંચમાં નીલકમલ ચોકડી, જય ભગવાન સોસાયટી, સત્ય સાંઈ રોડ, વાલ્કેશ્વરી નગરી, મહાવીર સોસાયટી, જોગર્સ પાર્ક, વોર્ડ નંબર ત્રણના ડીકેવી રોડ, હિંમતનગર, વિકાસ ગૃહ રોડ, ભુતિયા બંગલા થઈ બોર્ડ નાં 2ના બળિયા હનુમાન મંદિર, ગાંધીનગર, અન્નપૂર્ણા ચોક, આશાપુરા માતાજી મંદિર, રામેશ્વર ચોક થઈ વોર્ડ નંબર 4ના પટેલ વાડી, માતૃ આશિષ સોસાયટી, ગાયત્રી ચોક, ભીમ વાસના ઢાળીયે થઈને વોર્ડ નંબર 10ના સ્મશાન ચોકડી,  વોર્ડના 11ના રંગમતી, રવિ પાર્ક  અને ગુલાબ નગર વિસ્તારમાં રાત્રિના બે વાગ્યે પરિપૂર્ણ થઈ હતી.

સમગ્ર બાઈક રેલી ના રૂટમાં સાંસદ પૂનમબેન માડમ માટે નો વિશેષ રથ તૈયાર કરાયો હતો. જે રથમાં 78- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા, જામનગર શહેર ભાજપના અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, ઉપરાંત જે તે વિસ્તારમાંથી બાઈક રેલી પસાર થાય, તે વિસ્તારના કોર્પોરેટરોને સાથે જોડવામાં આવ્યા હતા, અને ક્રમશ કોર્પોરેટર ની અદલા બદલી કરવામાં આવી હતી.

 જે ભવ્ય રોડ શો દરમિયાન ઠેર ઠેર લોકસભાની બેઠકના ઉમેદવાર પૂનમબેન માડમનું પુષ્પવૃષ્ટિ કરીને, તેમજ કુમકુમ તિલક કરીને, અને ફૂલહાર પહેરાવીને ભવ્ય સ્વાગત કરાયું હતું, અને પ્રત્યેક સ્થળે પૂનમબેન માડમને પ્રચંડ આવકાર મળ્યો હતો. જે ભવ્ય રોડ શો નિહાળીને જામનગરની બેઠક પરથી ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ નો વિજય નિશ્ચિત હોય તેવું વાતાવરણ બનેલું જોવા મળ્યું હતું.

બાઈક રેલીમાં જામનગર શહેર ભાજપના આગ્રણીઓ, કોર્પોરેટરો, તેમજ 900 થી વધુની સંખ્યામાં જુદા જુદા વોર્ડના કાર્યકરોએ બાઇકમાં પોતાના હાથમાં ભાજપના ઝંડા, કેસરી ખેસ, માથે કેસરી ટોપી પહેરીને તેમજ કમળના કટઆઉટ સાથે રાખીને ભવ્ય રોડ શો યોજાયો હતો. જેમાં ડીજેના તાલે અબકી બાર, 400 પાર’અને ’ફિર એક બાર, મોદી સરકારના પ્રચંડ નારાઓ ગજવ્યા હતા. ભારત માતાકી જય ઘોષ સાથે સમગ્ર રેલીના રૂટ પર કેસરિયો માહોલ જોવા મળ્યો હતો.

જામનગરના ઉતર -78 વિધાનસભા વિસ્તારમાં યોજાયેલી વિશાળ બાઇક રેલીમાં જામનગર લોકસભાની બેઠકના ઉમેદવાર પૂનમબેન માડમની સાથે ભારતીય જનતા પાર્ટીના જામનગર મહાનગરના અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા,  78- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા, ભારતીય જનતા પાર્ટીના શહેર મહામંત્રી વિજયસિંહ જેઠવા, પ્રકાશભાઈ બાંભણિયા અને મેરામણભાઇ ભાટુ, 78- વિધાનસભા વિસ્તારના પ્રભારી સુરેશભાઈ વસરા, 78- વિધાનસભા વિસ્તારના સંયોજક ધર્મરાજસિંહ જાડેજા, નગરના મેયર વિનોદભાઈ ખીમસુર્યા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક જૂથના નેતા આશિષભાઈ જોશી, દંડક કેતનભાઇ નાખવા, ડિસ્ટ્રીક કો. ઓપરેટિવ બેન્કના ચેરમેન જીતુભાઈ લાલ  વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

 તેઓની સાથે જામનગરના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ શહેર પ્રમુખ અને ગોવા શિપ યાર્ડ ના ડાયરેક્ટર હસમુખભાઈ હિંડોચા, પવનહંસ ના ડાયરેક્ટર અમીબેન પરીખ, પૂર્વ શહેર પ્રમુખ સર્વ શ્રી મુકેશભાઈ દાસાણી, હિતેનભાઈ ભટ્ટ, અશોકભાઈ નંદા, નિલેશભાઈ ઉદાણી,ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મેયરશ્રીઓ ડો. અવિનાશભાઈ ભટ્ટ, સનતભાઈ મહેતા, દિનેશભાઈ પટેલ, હસમુખભાઈ જેઠવા, બીનાબેન કોઠારી તથા શહેર સંગઠનના પૂર્વ મહામંત્રી શ્રીઓ, પૂર્વ ડેપ્યુટી મેયર કરસનભાઈ કરમુર, ઉપરાંત જામનગર મહાનગરપાલિકાના 78- વિધાનસભા વિધાનસભા વિસ્તાર હેઠળના તમામ કોર્પોરેટરશ્રીઓ, 78-વિધાનસભા વિસ્તારના તમામ વોર્ડના પ્રમુખ- મહામંત્રીશ્રી અને પ્રભારીશ્રીઓ, બુથ પ્રમુખ સહિતના હોદ્દેદારો, શહેર ભાજપના વિવિધ મોરચાના પ્રમુખ- મહામંત્રી સહિતના અન્ય હોદ્દેદારો તેમજ શહેરની વિવિધ જ્ઞાતિ સંગઠનના અગ્રણીઓ, 78- વિધાનસભા વિસ્તારના ભારતીય જનતા પાર્ટી કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા 78- વિધાનસભા વિસ્તારના કાર્યાલય મંત્રી કેતનભાઇ જોશી, તેમજ સંજયભાઈ મકવાણા એ કરી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj