જામનગર દક્ષિણ વિધાનસભા મત વિસ્તારમાં ભાજપની વિશાળ બાઇક રેલી

Gujarat, Saurashtra, Politics, Lok Sabha Election 2024 | Jamnagar | 04 May, 2024 | 02:44 PM
જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમને જીતની હેટ્રીક અપાવવા મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા: અનેક સ્થળોએ લોકોએ કર્યુ અભિવાદન: અબ કી બાર 400 કે સાથ ફિર સે મોદી સરકારના સુત્રો સાથે નિકળેલી રેલીથી ભાજપ તરફ વાતાવરણ વધુ જામ્યું: બે ટર્મ દરમ્યાન જામનગર શહેરમાં અનેક સુવિધા અપાવનાર પૂનમબેન માડમને જંગી લીડ સાથે જીતાડવાના આશ્વાસન સાથે રેલી દરમ્યાન અનેક સ્થળે પૂનમબેનનું કુમકુમ તિલકથી સ્વાગત કરી અપાઇ શુભેચ્છા
સાંજ સમાચાર

જામનગર તા.4
જામનગર લોકસભા બેઠક ઉપર ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં પહોંચ્યો છે ત્યારે સતત ત્રીજી વખત હાલારનું કેન્દ્ર સરકારમાં પ્રતિનિધિત્વ કરવા માટે મજબુતીથી આગળ વધી રહેલા લોકપ્રિય સાંસદ અને ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમના સમર્થનમાં 79 જામનગર (દક્ષિણ) વિધાનસભા મતવિસ્તારમાં ભાજપ દ્વારા ગઇકાલે સાંજે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં સાંસદ પૂનમબેન માડમનું અનેક સ્થળોએ ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. 

ભારતીય જનતા પાર્ટી 79 જામનગર (દક્ષિણ) વિધાનસભાની વિશાળ બાઈક રેલી યોજાઈ. એમ્યુઝમેન્ટ પાર્કથી શરુ થયેલ આ રેલી સત્યમ કોલોની - કૃષ્ણનગર રોડ - પીપળાવાળા ચોક - શાંતિનગર,4 - જનતા ફાટક - હર્ષદ માતાના મંદિર - જૂનો હૂડકો - આઈ લાઈન - એફ લાઈન - રઘુવીર ચોક - આર્ય પાન - સરદાર પટેલ ચોક - નવાનગર બેન્ક ચોક - હીરજી મિસ્ત્રી રોડ - જોલી બંગલો - 58, દી પ્લોટ - હિંગળાજ ચોક - નવી નિશાળ - પાણી નો ટાંકો - મિલેટ્રી ગેઇટ - જેલ - પવન ચક્કી - નાનકપુરી - સાધના કોલોની - પટેલ પાર્ક - જડેશ્વર મંદિર - મહાવીરનગર - બાઈની વાળીનો મેઈન કોર્નર - જૂની આઈસ ફેક્ટરી - ક્રિષ્ના પાર્ક - કિશાન ચોક - પવન ચક્કી - આર્યસમાજ રોડ - ખંભાળિયા ગેઇટ - હવાઈ ચોક - સન્ટ્રલ બેન્ક - ચાંદી બજાર - દરબાર ગઢ  - શાક માર્કેટ - દિપક ટોકીઝ - બેદી ગેઇટ - ઇન્દ્રપ્રસ્થ - પંચેશ્વર ટાવર - ભાજપ કાર્યાલય ખાતે પહોંચી સંપન્ન થઇ હતી. 

રેલી દરમિયાન જામનગર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર તથા લોકપ્રિય અને કર્મઠ સાંસદ પૂનમબેન માડમનું ઠેર-ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.  પવનચક્કી સહીત અનેક સ્થળે ભવ્ય સ્વાગત, પુષ્પગુચ્છ અને ફૂલહારથી સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમનું અભિવાદન કરવામાં આવ્યું હતું ઉપરાંત કેટલાક સ્થળોએ રેલી દરમ્યાન પૂનમબેન માડમને વિજય તિલક કરાયું હતું. આશરે 500થી વધુ બાઈક આ રેલીમાં જોડાઇ હતી.  સમગ્ર રેલી દરમિયાન અબકીબાર મોદી સરકાર તથા અબકી બાર 400 કે પારના નારા સાથે સમગ્ર વિસ્તાર ભાજપમય બનેલો જોવા મળ્યો હતો.

આ રેલીમાં જામનગર લોકસભા બેઠકના સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ભાજપ શહેર અધ્યક્ષ વિમલભાઈ કગથરા, મહામંત્રી પ્રકાશ બાંભણિયા, વિજયસિંહ જેઠવા, મેરામણ ભાટુ, મેયર વિનોદ ખીમસુરિયાં, સ્ટે. કમિટી ચેરેમન નિલેશ કગથરા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સાશકપક્ષ નેતા આશિષ જોશી, દંડક કેતન નાખવા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી સહીત કોર્પોરેટરો, પૂર્વ પ્રમુખો, મોરચાના હોદેદારો, પદાધિકારીઓ, કાર્યકર્તાઓ, વિવિધ સમાજના અગ્રણીઓ જોડાયા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj