ભાજપનું શક્તિ પ્રદર્શન: ડ્રોનની નજરે

Local | Rajkot | 16 April, 2024 | 04:43 PM
સાંજ સમાચાર

રાજકોટ લોકસભા બેઠક માટે આજે ઉમેદવારી નોંધાવા જતાં પૂર્વે પરસોતમ રૂપાલાએ યાજ્ઞિક રોડથી બહુમાળી ભવન ચોક સુધી જબરૂ શક્તિ પ્રદર્શન કર્યું હતું. રુપાલાની આ નામાંકન યાત્રાએ રોડ શો જેવું વાતાવરણ સર્જી ગયું હતું.

સમગ્ર યાજ્ઞિક રોડમાં રૂપાલાના સમર્થકોએ કેસરીયુ વાતાવરણ સર્જી દીધું હતું જો કે તેની સાથે આ માર્ગ ઉપર અનેક સ્થળોએ ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા પરંતુ જેમ જેમ રૂપાલાનો રોડ શો આગળ વધતો ગયો તેમ તેમ ટ્રાફિક પણ ખુલતો ગયો હતો.

રાજકોટમાં લાંબા સમય પછી આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા અને બહુમાળી ભવન ચોક ખાતે પણ ભાજપના હજારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.      (તસ્વીર: દેવેન અમરેલીયા)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj