રાષ્ટ્રીય કક્ષાના ભાજપના નેતાઓ આગામી દિવસોમાં ગુજરાતને ધમરોળશે

ગુજરાત માટે ભાજપના સ્ટાર પ્રચારકો જાહેર: રૂપાલાનો પણ સમાવેશ

Gujarat, Politics, Lok Sabha Election 2024 | Rajkot | 15 April, 2024 | 11:47 AM
♦ હાલ ચુંટણીમાં સૌથી વધુ ચર્ચાસ્પદ બનેલા ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીયમંત્રીને પક્ષ અન્ય બેઠકો પર પ્રચારમાં મોકલશે! સૌની નજર
સાંજ સમાચાર

♦ સ્ટાર પ્રચારકોમાં રાજકોટનો દબદબો: ઉપપ્રમુખ ભરત બોઘરા- સાંસદ રામભાઈ મોકરીયાનો પ્રથમ વખત સમાવેશ: હાર્દિકનું નામ પણ નથી

 

રાજકોટ: ગુજરાતમાં લોકસભા ચુંટણી માટે ભાજપે હવે પ્રચારની આંધી ફુકવાની તૈયારી સાથે તેના સ્ટાર પ્રચારકોની જાહેર કરેલી યાદીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીત શાહ ઉપરાંત મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને પુર્વ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીનો પણ સમાવેશ કરી રૂપાણીને આ ચુંટણીમાં સૌરાષ્ટ્રમાં ખાસ ડયુટી સોપવામાં આવી હોવાના સંકેત છે.

પક્ષના રાષ્ટ્રીય નેતાઓ જે લોકસભા ચૂંટણીમાં લગભગ તમામ પ્રચાર કરશે તે ઉપરાંત સ્થાનિક સ્તરે મહામંત્રી રત્નાકર અને બે કેન્દ્રીય મંત્રીઓ જેઓ પોરબંદર બેઠક લડી રહેલા ડો. મનસુખ માંડવીયા વિશે રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી પરસોતમ રૂપાલાનો પણ સમાવેશ કરાયો છે.

શ્રી રૂપાલા જે રીતે રાજકોટ બેઠક પરના તેમના પ્રચારમાં વિવાદી વિધાનો બદલ ક્ષત્રિય સમાજનો તાપ સહન કરી રહ્યા છે. અને જે રીતે હવે વિરોધ ગુજરાતભરમાં અને પાડોશી રાજયોમાં પણ પહોંચી ગયો છે એ પછી તેઓની પ્રચારકની યાદીમાં ભાજપે સમાવ્યા પણ તેઓને ખરેખર પ્રચારમાં જશે કે કેમ તે પ્રશ્ન છે.

શ્રી રૂપાલા આવતીકાલે ઉમેદવારી નોંધાવશે તે સમયે પણ પ્રદેશના કોઈ નેતા હાજરી આપશે કે કેમ તે પ્રશ્ન છે. શ્રી રૂપાલા ચુંટણી પ્રચારમાં તેમની આગવી સ્ટાઈલથી ખૂબજ લોકપ્રિય છે અને ખાસ કરીને તેઓ ચુંટણી સભાને હળવી કરીને પણ લોકોને આકર્ષે છે પણ હવે આ ચુંટણીમાં તેઓએ કોંગ્રેસ વિધાનોમાં ભાજપ માટે પણ સૌથી મોટી ચિંતા છે અને સમાધાનના પ્રયાસો નિષ્ફળ ગયા છે તથા હવે ડેમેજ કંટ્રોલ કેટલું કરી શકાશે તે પણ પ્રશ્ન છે. આ સ્થિતિમાં હવે તેઓની ભૂમિકા પર સૌની નજર રહેશે.

રાજકોટનો દબદબો
ભાજપના આ સ્ટાર કેમ્પેનર્સમાં પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જીલ્લામાંથી કુંવરજીભાઈ બાવળીયા, ભાનુબેન બાબરીયા પ્રદેશ ઉપપ્રમુખ ભરત બોઘરા અને સાંસદ રામભાઈ મોકરીયાનો પ્રથમ વખત સમાવેશ થયો છે. આમ રાજકોટ શહેર-જીલ્લાને ભાજપના સ્ટાર કેમ્પેનર્સમાં ભારે મહત્વ મળ્યુ છે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj