બાબરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. સી.એસ. કુગસીયાની રાહબારી હેઠળ બાબરા પોલીસ સ્ટેશનની ટીમ ખંભાળા બીટ વિસ્તારમાં કસવાળી તરીકે ઓળખાતી સીમમા ભોળાભાઇ ઝવેરભાઇ સોસા (રહે.તાઇવદર) વાળાની વાડી પાસે ખુલ્લામાં અમુક ઇસમો જુગાર રમે છેતેવી બાતમી મળતાં હકિકત વાળી જગ્યાએ જઇ રેઇડ કરતા બાબરા તાલુકાના સુકવળા ગામે રહેતા ડાયાભાઇ અરજણભાઇ સોલંકી, રસુલભાઇ જીવાભાઈ જલવાણી (રહે. તાઇવદર), પિન્ટુભાઇ છનાભાઇ રાઠોડ (રહે. કરીયાણા), ભોળાભાઇ ઝવેરભાઇ સોસા (રહે. તાઇવદર), નિલેષભાઇ બહાદુરભાઇ તેરૈયા (રહે. કરીયાણા), ગીરધરભાઈ ગેલાભાઇ કાગડીયા (રહે. ગઢડીયા, તા. જસદણ) તથા દિલીપભાઇ વલ્લભભાઇ ચૌહાણ (રહે. અમરાપરા મફત પ્લોટ) મળી કુલ સાત પત્તા પ્રેમીઓને રોકડ રૂપીયા 14400 ના મુદામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂઘ્ધમા બાબરા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy