વઢવાણના ખેરાળી ગામ ખાતે બાલાપીર દાદાના ઉર્ષ શરીફનો સોમવારથી ત્રણ દિવસ સુધી ઉર્ષનો પ્રારંભ થશે

Local | Surendaranagar | 20 April, 2024 | 12:47 PM
આજરોજ વાઇઝનો પ્રોગ્રામ, બે પાંચના રોજ લાખાણી પરિવારને ત્યાંથી સંદલ શરીફ સુરેન્દ્રનગરથી ખેરાલી પ્રસ્થાન થશે અને રવિવારના સંદલ શરીફ અને ઝુલુસનો ભવ્ય કાર્યક્રમ સોમવારના રોજ સવારે 11 વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી મહાપ્રસાદનો ભવ્ય કાર્યક્રમ
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ)    વઢવાણ, તા. ર0

વઢવાણ તાલુકાના ખેરાળી ગામ એટલે કોમી એકતાનું કોમી એકતા નું પ્રતીક ગણાય છે જ્યાં રામજી મંદિર અને ખેરાળી બારાપીર દાદા ની દરગાહ બંને પાસે જ છે જ્યાં લોકો મંદિરે દર્શને જાય છે તો દાદાને પણ દર્શન કરવા માટે જાય છે ત્યારે આ કોમી એકતાના માહોલ વચ્ચે સોમવારથી ઉર્ષ શરીફની ઉજવણીનો પ્રારંભ થનાર છે ત્યારે સોમવારના રોજ સિકંદર સિંગના જાણીતા અને ખેરાલિના વતની એવા મરહુમ અકબર અલી લાખાણી ના નિવાસ્થાનેથી સંદલ શરીફ વાજતે ગાજતે ખેરાલી ગામે બાલાપીર ની દરગાહ ખાતે પહોંચશે.

જ્યારે સોમવારે રાત્રિના ખેરાડી ગામ ખાતે ભવ્ય વાએઝ નો પ્રોગ્રામ રાત્રિના 10 કલાકે દરગાહ ખાતે યોજાનાર છે જેમાં મુસ્લિમ સમાજના અને કોમી એકતા ના રાહબર હજી સૈયદ યુસુફ મિયા બાપુ તેમજ હાજી હનીફ બાપુ સુરેન્દ્રનગર જુમ્મા મસ્જિદ પેસીમામ તેમજ હાજી અબ્દુલ રહેમાન હાફીઝજી શાનદાર તકરીર ફરમાવશે જ્યારે રવિવાર21 રાત્રિના 11 વાગ્યે બાલાપીરની દરગાહ ખાતે સંદલ શરીફનું ભવ્ય આયોજન ત્યારબાદ 23ના રોજ સવારના 11 વાગ્યાથી સાંજના ત્રણ વાગ્યા સુધી દરેક હિન્દુ મુસ્લિમ દરેક કોમના ભાઈ બહેનો માટે ભવ્ય મહાપ્રસાદનીની આજ પ્રોગ્રામ અને ત્યારબાદ ઉર્સ શરીફની પૂર્ણાહુતિ કરવામાં આવશે. 

આ ખેરાલી ગામ એટલે ખેરાડી ગામમાં અકબર અલી લાખાણીની એક આગવી ઓળખ છે અને સિકંદર સિંગ એટલે ખેરાળીના સિકંદર બાદશાહ ગણાય જેવો એ શાળાઓમાં તેમજ ગામ ખાતે રામજી મંદિર આવેલું છે તેમાં પણ નાત જાતના ભેદભાવ વગર તેમનો મોટો ફાળો રહેલો છે તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લાખાણી પરિવારના રાજુભાઈ તેમજ સલીમભાઈ જાવેદભાઈ તેમજ તેમના સાથી મિત્રો હાલમાં કાર્યક્રમને સફળ બનાવવા માટે સમસ્ત ગ્રામજનો ખેરાડી ગામના સરપંચ શ્રી સહિતના લોકો ઉર્ષ શરીફમાં ભાગ લઈ અને પૂરતા પ્રમાણમાં સહયોગ આપી રહ્યા છે.

ત્યારે ખેરાડી ગામે બિરાજમાન થયેલા બાલાપીર દાદા નો પણ એક અનોખા પ્રકારનો જલજલો છે અને આ ગામમાં સ્વામિનારાયણ સંપ્રદાય નું પણ મંદિર આવેલું છે ત્યારે રામજી મંદિર પણ છે અને સાથોસાથ બાલાપીરના પણ ખેરાડી ગામમાં બેસણા છે તળાવની પાળ ઉપર ખેરાળી પીર દાદાની દરગાહ આવેલી છે જ્યાં આ ગામમાં કોઈ પણ જાતનો નાત જાતનો કે ધર્મનો કોઈપણ પ્રકારનો કોઈપણ જ્ઞાતિને રાગદોષ નથી જ્યારે તમામ લોકો સાથે હળી મળી અને નાનું ગામ હોવા છતાં પણ આ ગામ સુખી સમૃદ્ધ અને સંસ્કારોના સંસ્કારના સિચન કરતું ગામ છે. 

આ ગામમાં લોકો દેવસ્થાનો થકી સુખ સમૃદ્ધિ અને શાંતિ પ્રિય રીતે નાના એવા ખેરાડી ગામમાં વસવાટ કરે છે અને આમ જોવા જઈએ તો સુરેન્દ્રનગરથી માત્ર સાત આઠ કિલોમીટર જ દૂર હોવાના કારણે આ ગામ બહુ દૂર પણ ન કહેવાય જ્યાં આજથી ત્રિ દિવસીય ઉર્ષનો પ્રારંભ થશે અને સમસ્ત ગ્રામજનો ઉર્સ શરીફમાં ભાગ લઈ અને ધન્યતા અનુભવશે તેવું પણ આ ગામના લોકોનું માનવું છે જ્યારે ખેરાળી ના બાલાપીર દાદા એટલે બાલમશા પીર જેનું ટૂંકું નામ બાલાપીર દાદા તરીકે જાણીતું છે.

જ્યાં અનેક લોકોની માનતા પણ પૂર્ણ થાય છે અને રમણીય અને સુંદર વાતાવરણ વચ્ચે આ નાના એવા ગામમાં ત્રણ ધાર્મિક સ્થાનો આવેલા છે જ્યાં લોકો મુસ્લિમો ગુરુવારે દરગાહ ખાતે આવે છે અને નાળિયેર વધેરી ફૂલ ચડાવી અને આસ્થા સાથે દુઆ માંગે છે તો સવાર અને સાંજ રામજી મંદિરમાં આરતીનો પણ લાભ દરેક કોમના લોકો લે છે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો પણ તેમના સ્વામિનારાયણ મંદિરમાં હરિભક્તો પણ સાંજના સમયે આરતી સવારે આરતી સાથે કોઈપણ પ્રકારના ભેદભાવ વગર આ નાના એવા ગામ ખેરાડીમાં ધન્યતા સાથે હળી મળી અને રહે છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj