ભેંસાણનાં બામણગઢ ગામે બનેવીએ સાળાને છરી મારી મારી નાંખવાની ધમકી આપી

Local | Junagadh | 04 May, 2024 | 11:13 AM
સાંજ સમાચાર

જુનાગઢ તા.4
 ભેંસાણના બામણગઢ ગામે રહેતા ફરીયાદી નવનીતભાઈ ભનુભાઈ પરમાર (ઉ.28)ના સાળા પ્રદિપભાઈ રવજીભાઈ પરમાર રે. અમરગઢ વાળાએ તેના બનેવીને ગાળો ભાંડી છરી મારી લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની બે શખ્સો સામે ફરીયાદ નોંધાવી છે.

 ફરીયાદી નવનીતભાઈ ભનુભાઈ પરમાર અને તેમના પત્નિ વચ્ચે અગાઉ ઝઘડો થયેલ જે મનદુ:ખમાં નવનીતભાઈના સાળા પ્રદીપ રવજી સોલંકી અને જગા મના પરમાર બન્ને મોટર સાયકલમાં આવી બોલાચાલી કરી ભુંડી ગાળો ભાંડી છરી વડે હુમલો કરી લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકીની ફરીયાદ સાળા પ્રદીપ રવજી સોલંકી અને જગા મના પરમાર રે. અમરગઢ વાળા સામે નોંધાવી છે.

 સામા પક્ષે પત્નિ જલ્પાબેન નવનીતભાઈ પરમાર (ઉ.24)એ ભનુ પરમાર, રાહીત મનુ પરમાર (દીયર) અને હમીર ચકુ પરમાર સામે રે.બામણગઢ વાળા સામે ગાળો ભાંડી ઢીકાપાટુનો માર માર્યાની ફરીયાદ નોંધાવતા ભેંસાણ પોલીસે તપાસ હાથ ધરી છે.
 

આપઘાત
 માળીયા હાટીનાનાં કત્રાસા ગામે રહેતા દાનાભાઈ ડોડીયાના પુત્ર ભાવેશકુમાર (ઉ.33)ની સગાઈ કયાય થતી ન હોય જે બાબતનું લાગી આવતા ગઈકાલે સવારે તેમના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધાની ઘટનામાં માળીયા પોલીસે તપાસ હાથ ધરી છે.
 

માર માર્યો
માણાવદર બાવાવાડીમાં રહેતા ફરીયાદી રાજુભાઈ દામજીભાઈ પરમાર (ઉ.38) અને આરોપી દિપક સોલંકી (ઉ.40) રે. માણાવદર વાળા બન્ને રીક્ષા ભરીને તરબુચ વહેંચવા ગયા હતા ત્યારે રસ્તામાં મામાદેવના મંદિર પાસે ડીઝલ રીક્ષામાં ખલાસ થઈ જતા આરોપી દીપક સોલંકીએ રાજુ દામજી પરમારને રૂા.150 ડીઝલ લાવવા આપેલ ડીઝલ લઈ આવેલ રાજુભાઈને તું ડીઝલ ઓછું લઈ આવેલ છો તેમ કહી દિપક સોલંકીએ ભુંડીગાળો ભાંડી લોખંડના પાઈપ અને લાકડાના બટકા વડે માર માર્યાની અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવતા માણાવદર પોલીસે તપાસ હાથ ધરી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj