બાંટવાના થાપલા ગામે પ્લાસ્ટરના છાંટા ઉડવા બાબતે બઘડાટી: કુહાડી-પાઈપથી હુમલો

Local | Junagadh | 24 April, 2024 | 02:47 PM
મેંદરડાના માલણકાની સીમમાંથી દેશી પિસ્તોલ સાથે એક ઝડપાયો
સાંજ સમાચાર

જુનાગઢ તા.24
 બાંટવાના થાપલા ગામે રહેતા બે પડોશીઓ વચ્ચે મકાનના પ્લાસ્ટરના છાંટા ઉડવા બાબતે માથાકૂટ કરી સામસામે કુહાડી, લોખંડના પાઈપ માર્યાશ્રી ફરીયાદ નોંધાતા બાંટવા પોલીસે તપાસ હાથ ધરી છે.
 

થાપલા રહેતા સાગરભાઈ વાલાભાઈ સોલંકી (ઉ.29)ના મકાનના પ્લાસ્ટરનું કામ ચાલુ હોય ત્યારે આરોપી શાંતી જેરામ કવાએ કહેલ કે પ્લાસ્ટરના છાંટા ન ઉડવા જોઈએ ત્યારે સાગરે જણાવેલ કે છાંટા ન ઉડે માટે બુંગણ બાંધેલુ છે. છતા ઉડશે તો સાફ કરી દઈશ તેમ કહેતા આરોપી શાંતી કવાએ કુહાડીના ઘા સાથળમાં મારી લોહીલોહાણ કરી દીધેલ સામે પક્ષે શાંતીલાલ જેરામભાઈ કવા (ઉ.57)એ આરોપી સાગર પાલા સોલંકી સામે ફરીયાદ નોંધાવી હતી કે પ્લાસ્ટરના મામલે લોખંડના પાઈપ આંગળીઓમાં મારી ઢીકાપાટુનો માર માર્યાની ફરીયાદ નોંધાવતા પીએસઆઈ વાળાએ તપાસ હાથ ધરી છે.

 મેંદરડાથી 14 કી.મી. દુર માલણકા ગામે રહેતો શિવરાજ રાવત કરપડા (ઉ.35) પાસે હથીયાર હોવાની બાતમીના આધારે ગઈકાલે બપોરના 4-50ના સુમારે માલણકાની સીમ વિસ્તાર નારાયણ ઉપવન વાડી વિસ્તારમાંથી એસઓજી પોલીસે દેશી પીસ્તલ કિંમત રૂા.20,000 સાથે દબોચી લીધો હતો. તેમની પ્રાથમિક પુછપરછમાં મેંદરડાના વિજય ઉર્ફે ભીખો વલ્લભ કળથીયાનું નામ ખુલવા પામતા એસઓજી પીએસઆઈ એસ.એ. સોલંકીએ તપાસ હાથ ધરી આર્મ એકટ ક. 25 (1-બી) 29 જીપી એકટ ક. 135 મુજબ ગુનો મેંદરડા પોલીસમાં દાખલ કર્યો હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj