રાજકોટ તા.22
ગોંડલમાં છોકરાઓની માથાકુટમાં યુવક પર સગા બનેવી સહીતના બે શખ્સોએ છરી વડે હુમલો કરતા ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવારમાં રાજકોટ ખસેડાયો હતો.
પ્રાપ્ત વિગત મુજબ ગોંડલમાં સરકારી હોસ્પીટલ પાસે મફતીયાપરામાં રહેતો રાકેશ કિશોરભાઈ સોલંકી (ઉ.22) ગઈકાલે બપોરના પોતાના ઘર પાસે હતો ત્યારે ધસી આવેલા તેના બનેવી અશોક અને તેના ભાઈ વિજય ઝઘડો કરી છરી વડે હુમલો કરતા યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા લોહીલુહાણ હાલતમાં સારવારમાં અત્રેની સીવીલ હોસ્પીટલમાં ખસેડાયો હતો. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે ગોંડલ સીટી પોલીસને જાણ કરી હતી.
વધુમાં મળેલ વિગત મુજબ ઈજાગ્રસ્ત રાકેશનો ભાઈ સંજયનો પુત્ર યુવરાજ તેની બહેનના પુત્ર સાથે રમતો હતો ત્યારે છોકરાઓ વચ્ચે ઝઘડો થતા રાકેશનો ભાઈ તેના બનેવીને છોકરાઓની માથાકૂટ મામલે સમજાવવા જતા ઉશ્કેરાયેલા તેના બનેવીએ સંજયને માર માર્યો હતો.
બાદમાં ઘરે આવેલા તેના ભાઈએ મારામારી બાબતે વાત કરતા રાકેશ તેના બનેવીને કહેવા જતા ઉશ્કેરાયેલા અશોક અને વિજયએ ઝઘડો કરી છરી ઝીંકી દીધી હતી. બનાવ અંગે પોલીસે ઈજાગ્રસ્તનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy