રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ચોરી અને લૂંટ કરનાર બેલડી સુરતથી ઝડપાઈ

Crime | Rajkot | 19 April, 2024 | 04:35 PM
નેમિનાથ સોસાયટીમાં સેન્ટ્રલ જેલના કલાર્કના મકાનમાંથી દાગીના અને રોકડ સહિત રૂા.4.98 લાખના મુદ્દામાલની ચોરી કરી નાસી છૂટેલા તસ્કરોને સુરત ક્રાઇમ બ્રાંચે ઝડપી રૂા.10 લાખની મતા કબ્જે કરી
સાંજ સમાચાર

મૂળ લાલપુરનો નરસિંહ ખણધર અને ઉત્તરપ્રદેશનો દસ્તગીર સુરતમાં રહી ચોરીને અંજામ આપવાના પ્લાન ઘડતાં: નવનિયુક્ત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતની રાહબરીમાં ક્રાઇમ બ્રાંચની મોટી કાર્યવાહી

રાજકોટ.તા.19
રાજકોટ જેલના સિનિયર ક્લાર્કના બંધ મકાનમાંથી સોનાં ચાંદીના દાગીના અને જામજોધપુરમાં બેંકમાંથી રૂપિયા 20 લાખ સાથેની બેગ ખેંચી લેવા સાથે મધ્ય પ્રદેશ સહિત દેશના વિવિધ રાજ્યોમાં વોન્ટેડ આંતરરાજય બે શખ્સોને સુરત ક્રાઇમ બ્રાન્ચે દબોચો રૂ.10 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતાં અનેક ચોરી અને લૂંટના ભેદ ખુલવા પામ્યા હતાં.

પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોત દ્વારા ક્રાઇમ બ્રાન્ચ વડા કે. એન. ડામોર, ડીસીપી ભાવેશ રોજિયાએ સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ તે માટે અગાઉ મિલકત સંબંધી ગુનાઓમાં પકડાયેલા આરોપીઓ પર વોચ રાખવાની આપેલ સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલ ચોકકસ, સચોટ બાતમીના આધારે સુરત શહેર ક્રાઈમના પોલીસ ઇન્સ્પેકટરોના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન જનરલ સ્ક્વોડના પીએસઆઈની ટીમને મળેલ ચોક્કસ બાતમીના આધારે અગાઉ મોબાઇલ ફોન તેમજ વાહન ચોરીના સહિતના ગુનાઓમાં પકડાયેલ  દસ્તગીર ઉર્ફે રબ્બાની ઉર્ફે ટાઇગર મોહમદ સકિલ ખલીલ કુરેશી (રહે. ઉનપાટીયા, તળાવ ગાર્ડનની પાસે સુરત, મૂળ મુરદાબાદ, ઉત્તરપ્રદેશ) અને નરસિંહ રવજી ખણધર (રહે. સચિન રેલવે સ્ટેશનની બાજુમાં સુરત, મૂળ લાલપુર, જામનગર)  રાજકોટના શહેર ગ્રાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના એક મકાનમાંથી સોના-ચાંદીના ઘરેણા, લેપટોપ તથા કેમેરા સહિતનો કિંમતી સામાન ચોરી લાવેલ છે અને બંને મધ્યપ્રદેશના ખારગૌન પોલીસ સ્ટેશનમાં લૂંટના ગુનામાં નાસતા-ફરતા હોવાની ચોક્કસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચના સ્ટાફે ઉન પાટીયા ભીંડી બજાર પાસે જાહેર રોડ પરથી બંનેને દબોચી સોના-ચાંદીના ઘરેણા, લેપટોપ, કેમેરો અને રોકડ રૂપિયા સહિતનો કૂલ રૂ.10 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. 

આરોપીઓએ નેમિનાથ સોસાયટીમાં આવેલ બંધ મકાનમાં ત્રાટકી ચોરી કરેલ કરેલ હોવાની કબૂલાત આપેલ છે. જે બાબતે મકાન માલિક સેન્ટ્રલ જેલના ક્લાર્ક ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે, બંને આરોપીઓ સાથે મળી મધ્ય પ્રદેશના ખારગૌન પોલીસ સ્ટેશન વિસ્તારમાં લૂંટના ત્રણ ગુનાઓને અંજામ આપેલ જેમાં ઓક્ટોમ્બર-2020 માં ખારગૌન અવનીગ્રામ વિસ્તારમાં રસ્તા પર ઉભેલ મહિલાના ગળામાંથી સોનાની ચેનની લૂંટ અને માર્ચ-2021 માં ખારગૌન વળંદાવન કોલોનીમાં મહિલા તેમના ઘર બહાર ઉભા હોય તે વખતે તેમને એડ્રેસ પુછવાના બહાને તેમની પાસે આવીને તેમના ગળામાંથી સોનાની ચેનની લૂંટ કરેલ અને માર્ચ- 2021 માં મહિલા પોતાના ઘરની બહાર કુલ તોડતા હતા તે વખતે  આરોપીઓએ ચેનની લૂંટ કરતા મહિલાએ પ્રતિકાર કરતા તસ્કરોએ પાસેના ધારદાર હથિયાર

વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી લૂંટ કરી નાસી ગયેલ હોવાની કબૂલાત આપી હતી. જે ગુનામાં બંને વોન્ટેડ હતાં. ઉપરાંત એકાદ વર્ષ પહેલા બંને આરોપીઓએ સુરત શહેર ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વાહન ચોરી કરી હોવાનું પણ સામે આવ્યું છે.

►જામજોધપુરમાંથી 20 લાખની લૂંટ અને લાલપુરમાં હથિયારના ગુનામાં પણ બંને શખ્સો સંડોવાયેલ છે

રાજકોટ. તા.19
સુરત ક્રાઇમ બ્રાન્ચે પકડેલ ચોરી અને લૂંટમાં સંડોવાયેલ બેલડીએ જામજોધપુરમાં બેંકમાંથી રૂ.20 લાખ ઉપાડીને જતા ખેડૂત પાસેથી  બેગ છીનવીને લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતાં. ભાગી ગયેલ હોય આરોપીમાં દસ્તગીર કુરેશીની ધરપકડ થયેલ અને નરસિંહ રવજીભાઈ ખણધર નાસતો ફરતો હતો. તેમજ વર્ષ 2019 માં લાલપુર ખેતી વાડી મંડળીના મંત્રી નરશીભાઈ તેમની મંડળીની મોટી રકમ લઇને મોટી રાફુદળ ગામે નાનજીભાઈ લાધાભાઈ સોનગરાની વાડીની બાજુની વાડીએ જ રાત્રી દરમ્યાન ઉંઘતા હતાં ત્યારે આરોપી નરસિંહ  ખાણધરે અને તેના મામાના દીકરા નાનજી સોનગરાએ મળીને લૂંટ કરવાનું કાવતરું રચેલ અને લૂંટ કરવા માટે ઇન્દોરથી ફિરોજ ભાદરખાન, અંસાર તથા શેરુ નામના શખ્સોને દેશી બનાવટની પિસ્ટલ સાથે બોલાવી રાફુદળ ગામે સીમ વિસ્તારમાં રોકાઈ રાકુદળ ગામમાં આવેલ ગૌરીશંકર મહાદેવજીના મંદિરમાંથી રાધાકૃષ્ણની મૂર્તિની ચોરી કરી બાપા સિતારામની મૂર્તિની ખંડિત કર્યાની ફરીયાદ નોંધાઈ હતી. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj