ગુજરાતમાં ટુંકમાં જ પ્રિમોન્સૂન એકટિવીટી શરૂ થશે

10 થી 14મે વચ્ચે પંચમહાલ, સાબરકાંઠા, ખેડા, વડોદરા, અમદાવાદમાં ગાજવિજ સાથે વરસાદ !

Gujarat, Saurashtra | Ahmedabad | 08 May, 2024 | 05:41 PM
રાજયમાં ચોમાસુ વ્હેલુ શરૂ થશે: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી
સાંજ સમાચાર

અમદાવાદ,તા.8
અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, પંચમહાલ, સાબરકાંઠા ,વડોદરા, ખેડા,અમદાવાદ સહિતના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.રાજ્યમાં આગામી દિવસોમાં પ્રી મોનસૂન એક્ટિવીટી થશે શરૂ થઈ જશે. આ આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે.

અંબાલાલ પટેલના મતે આરબ દેશમાંથી આવતું ધૂળકટ પાકિસ્તાન, કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં અન્ય ભાગોને પ્રભાવિત કરશે અને 10થી 14 મે વચ્ચે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.પંચમહાલ, સાબરકાંઠા ,વડોદરા, ખેડા,અમદાવાદ સહિતના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદનું અંબાબાલ પટેલનું અનુમાન છે.

સાથે જ મે અને જૂન માસમાં સાગરકાંઠે ચક્રવાતો સાથે પવનના દબાણો વધશે. 16 મે બાદ બંગાળનાં ઉપસાગરમાં ચક્રવાતો સર્જાશે અને અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસાની શરૂઆત થશે. આ વર્ષે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત વહેલી થવાની શક્યતા છે. 17 જૂન પછી ભારે ગાજવીજ અને પવનના તોફાનો સાથે વરસાદ પડશે. આ વર્ષે ચોમાસામાં રાજ્યમાં ભારે વરસાદ રહેશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj