મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે ઓખા-દિલ્હી સરાય રોહિલા વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવશે. ટ્રેન નંબર 09523/09524 ઓખા-દિલ્હી સરાઈ રોહિલ્લા સુપરફાસ્ટ સ્પેશિયલ(20 ટ્રીપ્સ)ટ્રેન નંબર 09523 ઓખા - દિલ્હી સરાય રોહિલા સ્પેશિયલ 23 એપ્રિલ 2024 થી 25 જૂન 2024 સુધી દર મંગળવારે સવારે 10.00 કલાકે ઓખાથી ઉપડશે, તે જ દિવસે 14.40 કલાકે રાજકોટ પહોંચશે અને બીજા દિવસે સવારે 10.20 કલાકે દિલ્હી સરાય રોહિલા પહોંચશે.
તેવી જ રીતે ટ્રેન નંબર 09524 દિલ્હી સરાય રોહિલ્લા-ઓખા સ્પેશિયલ 24 એપ્રિલ 2024 થી 26 જૂન 2024 દરમિયાન દર બુધવારે બપોરે 13.20 કલાકે દિલ્હી સરાય રોહિલ્લાથી ઉપડશે અને બીજા દિવસે સવારે 09.00 કલાકે રાજકોટ અને બપોરે 13.50 કલાકે ઓખા પહોંચશે.
આ ટ્રેન બંને દિશામાં દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર જયપુર, દૌસા, બાંદીકુઇ, અલવર. અને રેવાડી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર (ઇકોનોમી), સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ ના કોચ હશે.
ટ્રેન નંબર 09523નું બુકિંગ 19એપ્રિલ, 2024થી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ઉપરોક્ત ટ્રેનો વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન તરીકે દોડશે. સ્ટોપેજના સમય અને બંધારણ અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy