એરંડા ચોરીમાં સાત મહિનાથી નાસતા ફરતા તસ્કરને ભચાઉ પોલીસે ઝડપી લીધો

Local | Kutch | 16 April, 2024 | 12:26 PM
સાંજ સમાચાર

(ગની કુંભાર) 
ભચાઉ તા.16

 

ભચાઉના કબરાઉની એરંડા ચોરીમાં 7 મહિનાથી નાસતો ફરાર તસ્કર ને ભચાઉ પોલીસે ઝડપાયો: 
ભચાઉ તાલુકાના કબરાંઉં ગામના વાડી વિસ્તારમાં ગત 9 સપ્તમબરની રાત્રે વાડીમાં આવેલી ઓરડીનું તાળું તોડીને ઓરડીમાં રાખેલાં રૂ 60 હજારની કિંમતના 25 ગુણી એરંડાની ચોરી થઈ હોવાની ઘટના ભચાઉ પોલીસ દફ્તરે નોંધાઈ હતી. આ ગુનામાં તસ્કરી કરનાર ભચાઉના કોલીયાસરીમાં રહેતો આરોપી હરેશ ઉર્ફે હરી નારણ કોલી છેલ્લા 7 માસથી ફરાર હતો, જેને ભચાઉ પોલીસે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આગામી લોકસભા ચુંટણી અનુસંધાને પૂર્વ કચ્છ એસ.પી. સાગર બાગમારની સૂચના અને મુતા સાગર સાંબડા ભચાઉ વિભાગના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં નાસતા ફરતા આરોપી પકડી પાડવાની કામગીરી અન્વયે ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઇ એસવી ગોજીયા તથા પીએસઆઇ ડીજે ઝાલા તથા સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે એરંડા ચોરીના ગુનામાં પાછલા 7 મહિનાથી નાસતા ફરતા આરોપીને કોલિયાસરીથી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj