ભાણવડ વિસ્તારમાં લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાયું છે, ત્યારે ભાણવડની એક સગર્ભા મહિલાએ પણ મતદાન મથક સુધી પહોંચી, પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે, આ તકે મહિલાએ કહ્યું કે ભારત દેશ વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે ત્યારે લોકશાહીને મજબૂત કરવા માટે મતદારોએ ચોકકસ મતદાન કરવું જોઈએ. વધુમાં સગર્ભા મહિલાને ડોકટરની સલાહ મુજબ સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી હોવા છતાં પણ પગપાળા મતદાન મથક સુધી પહોંચી મતદાન કર્યું હતું.
(તસ્વીર- મનિશ ઘેલાણી (ભાણવડ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy