24 વર્ષ જુના કેસની હવે ડે ટુ ડે કાર્યવાહી ચાલી રહી છે

ભાસ્કર-પરેશ અપહરણ કેસ: એન્કાઉન્ટર વખતે હાજર પંચો પણ આરોપીઓની ઓળખથી હોસ્ટાઈલ થઈ ગયા

Local | Rajkot | 03 July, 2024 | 04:32 PM
ગઈકાલે 30 આરોપી હાજર હતા ત્યારે પણ અપહ્યત ભાસ્કર અને પરેશ આરોપીઓને ઓળખી શક્યા નહોતા : આવતીકાલે તપાસકર્તા પોલીસ અધિકારીની જુબાની લેવાશે
સાંજ સમાચાર

►આજે આસિફ રઝાખાની ઓળખ વખતે હાજર મામલતદાર, એફઆઈઆર નોંધનાર પીએસઓ, ભાસ્કરના પિતા પ્રભુદાસ વગેરેને જુબાની આપવા કોર્ટે સમન્સ કરેલ હતું

રાજકોટ, તા.3
24 વર્ષ જુના ભાસ્કર-પરેશ અપહરણ કેસમાં હવે ડે ટુ ડે કાર્યવાહી ચાલી રહી છે. આજે આસિફ રઝાખાની ઓળખ વખતે હાજર મામલતદાર, એફઆઈઆર નોંધનાર પીએસઓ, ભાસ્કરના પિતા પ્રભુદાસ વગેરેને જુબાની આપવા કોર્ટે સમન્સ કરેલ હતું. જેમાં ફરિયાદ લેનાર પીએસઓનું અવસાન થઈ ચૂક્યું હોવાનું જાહેર થયું હતું, જ્યારે એન્કાઉન્ટર થયું હોવાથી હવે આસિફની ઓળખનું કંઈ મહત્વ નથી જેથી મામલતદારની જુબાની પણ લેવાઈ નહોતી. ઉપરાંત પુત્ર હોસ્ટાઈલ હોવાથી પિતા પ્રભુદાસના નિવેદનનું પણ લેવાયું નહોતું.જોકે પરેશને છોડાવવા પોલીસ રાજકોટથી બે પંચોને સાથે લઈને ગઈ હતી. બાદમાં ત્યાં ભરૂચના વાલીયા ગામે હાજર બે પંચોએ જુબાની આપી કે, અમને કંઈ યાદ નથી. તેઓએ એમ જણાવ્યું હતું કે, આરોપી કોણ એ પણ અમને ખબર નથી. જોકે બનાવને સમર્થન આપ્યું હતું. ગઈકાલે 30 આરોપી હાજર હતા ત્યારે પણ અપહ્યત ભાસ્કર અને પરેશ આરોપીઓને ઓળખી શક્યા નહોતા. ત્યારે પંચો પણ હોસ્ટાઈલ થઈ ગયા છે.

આ કેસમાં આવતીકાલે તપાસકર્તા પોલીસ અધિકારી કે જે હાલ રિટાયર્ડ છે તેવા રાજભા ગોહિલની જુબાની લેવાશે.બનાવનો ઘટનાક્રમ જોઈએ તો, રાજકોટમાંથી તા. 12-11-2000ના રાત્રીના 3 વાગ્યે રૂ.3 કરોડની ખંડણી માટે એક સોની અને વણિક યુવાનનું અપહરણ કરવામાં આવ્યું હતું. ભાસ્કર પ્રભુદાસભાઈ પારેખ અને પરેશ લીલાધર શાહનું અપહરણ થયા બાદ, તત્કાલીન પોલીસ કમિશનર સુધીર સિન્હાના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરાઇ હતી. જે પછી 14 દિવસ બાદ તા.26-11-2000ના રોજ ગુનો દાખલ થયો હતો. આ પહેલા પરેશ શાહને ભરૂચના વાલીયા ગામેથી મુક્ત કરાવાયો હતો. અહીં આરોપીઓ ભાસ્કરને લઈ નાસી જવામાં સફળ રહ્યા હતા.

 જોકે, અથડામણમાં આરોપી રાજશી હાથીયા મેર ઠાર મરાયો હતો. આ કેસમાં આ પહેલું એન્કાઉન્ટર હતું. તે પછી બીજું એન્કાઉન્ટર આસિફ રઝાખાનું રાજકોટ પાસે થયું હતું. રાજકોટના એડિશનલ સેશન્સ જજ ડી.એચ. સિંઘની કોર્ટમાં આજની સુનાવણીમાં બે પંચો રજૂ થયા હતા તેઓ પણ હોસ્ટાઈલ થઈ ગયા હતા. હવે કોર્ટમાં આવતીકાલે તપાસકર્તા અધિકારીની જુબાની લેવામાં આવશે. આ કેસમાં આરોપી વિશાલ માડમ, જીજ્ઞેશ પાઉં, મેહુલ પાઉં વગેરે 7 આરોપી વતી સિનિયર ધારાશાસ્ત્રી લલિતસિંહ શાહી, રાજુ રૂપમ, શૈલેષ પાબારી, રાજુ અનડકટ વગેરે 12 આરોપી વતી વરિષ્ઠ ધારાશાસ્ત્રી પિયુષભાઈ શાહ, આરોપી ક્રીનવ ચૌધરી વતી સિનિયર એડવોકેટ સુરેશ ફળદુ વગેરે રોકાયેલા છે.

►આ કેસમાં 24 વર્ષ ફરાર રહ્યા બાદ પકડાયેલ આરોપી જામીન મુક્ત

તા.12/11/2000 ના રોજ રાજકોટ યુરોપિયન જીમખાના રોડ ઉપરથી ભાસ્કર પારેખ અને પરેશ શાહનું અપહરણ કરી ખંડણી માંગવાના કેસમાં 24 વર્ષ બાદ પોલીસે નાસતા ફરતા આરોપી ભલાભાઈ કચરાભાઈ નારિયા (રહે. ભરવાડ વાસ, ગામ પીસવાડા, ધોળકા ગામ, જિ.અમદાવાદ)ને ઝડપી લીધો હતો. આરોપીને કોર્ટમાં રજુ કરતા આરોપી દ્વારા જામીન અરજી કરી હતી. આરોપીના વકીલે કરી દલીલો અને રજૂ રાખેલ ચુકાદા ધ્યાને લઇ કોર્ટે  આ આરોપીને જામીન ઉપર છોડવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપી વતી એડવોકેટ રોહીતભાઈ બી. ઘીયા તથા હર્ષ રોહીતભાઈ ઘીયા, જેમીન જરીયા અને મદદમાં રીધ્ધીબેન ખંધેડીયા રોકાયેલા હતા.

ફરિયાદ લેનાર પીએસઓનું અવસાન થઈ ચૂક્યું છે, એન્કાઉન્ટર થયું હોવાથી હવે આસિફની ઓળખનું કંઈ મહત્વ નથી અને પુત્ર હોસ્ટાઈલ હોવાથી પિતા પ્રભુદાસના નિવેદનનું પણ ન લેવાયું : બે પંચોએ જુબાની આપી કે અમને કંઈ યાદ નથી

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj