ભાવનગર બેઠક પર 53.73% મતદાન: 8.87 લાખ લોકોએ મત ન આપ્યો

Saurashtra, Lok Sabha Election 2024 | Bhavnagar | 08 May, 2024 | 10:30 AM
નિરસ વાતાવરણ અને ભારે ગરમી વચ્ચે ગત ચૂંટણી કરતા 5.32 ટકા ઓછું વોટીંગ: 10,29,875 નાગરિકે લોકશાહીની ફરજ નિભાવી
સાંજ સમાચાર

(વિપુલ હિરાણી)
ભાવનગર, તા.8
ભાવનગર લોકસભા બેઠક માં 5.32 ટકા મતદાન ઘટી 53.73 ટકા મતદાન નોંધાયું છે. જિલ્લાના કુલ 1916900 પૈકી 1029875 મતદારોએ મતદાન કર્યું છે. જ્યારે 8.87 લાખ  મતદારોએ મતદાન ન કરતા મતદાન નિરસ રહેવા પામ્યું છે.

ભાવનગર બેઠકના કુલ 13 ઉમેદવારોનું ભાવી ઇવીએમમાં સીલ થયું છે. જોકે 13 પૈકી ભાજપ અને આપ ના ઉમેદવારો વચ્ચે સીધી હરિફાઈ છે. ભાજપ અને આપના ઉમેદવારે પોતાના જીતના દાવા કર્યા છે. ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતાં તંત્રએ રાહતની લાગણી અનુભવી છે.

ભાવનગરમાં હિટવેવ ની વચ્ચે નીરસ મતદાન નોંધાયું છે. આ વખતે ચૂંટણીનો કોઈ માહોલ જ જમ્યો ન હતો. કોઈ મોટી જાહેરસભા યોજાઈ ન હતી કે રાષ્ટ્રીય કે પ્રાદેશિક નેતાઓ પ્રચારમાં આવ્યા હતા. ચૂંટણી ટેમ્પો  જામ્યો ન હતો તેમ મતદાન પણ ઓછું થવા પામ્યું છે.

 ભાવનગર માં મતદાન થયું જેમાં બેઠકના કુલ 19,16,900 મતદારો પૈકી 10,29,875 મતદારો લોકશાહીના પ્રહરી સાબિત થયા છે. જ્યારે 8,87,038 મતદારો મતદાન કર્યું નથી.

ભાવનગર બેઠકમાં પુરૂષોનું મતદાન 57.23 ટકા થયુ છે. કુલ 9,93,920 પુરુષ મતદારો પૈકી 5,68,854 મતદારોએ મતદાન કર્યુ હતુ. તો મહિલા મતદારોની સંખ્યા 9,22,940 હતી તેમાં 4,61,008એ મતદાન કરતા ભાવનગર બેઠકમાં મહિલાઓનું મતદાન 49,95 ટકા રહ્યું હતુ. આમ, મહિલાઓની તુલનામાં પુરૂષોના મતદાનની ટકાવારી 7 ટકા વધુ રહી હતી.

થર્ડ જેન્ડરમાં કુલ 40 પૈકી 12 મતદારોએ મતદાન કરતા તેઓના મતદાનની ટકાવારી 32.50 ટકા નોંધાઇ હતી.ભાવનગર લોકસભા   બેઠકમાં વિધાનસભા વિસ્તાર પ્રમાણે મતદાનની ટકાવારીમાં તળાજા - 51.57% પાલીતાણા - 51.20% ભાવનગર ગ્રામ્ય - 56.11% ભાવનગર પૂર્વ - 59.82% ભાવનગર પશ્ચિમ-55.86% ગઢડા - 44.77% બોટાદ 56.21% મતદાન થવા પામ્યું છે. 

મતદાન શાંતિપૂર્ણ સંપન્ન થતાં અને કોઈ અન ઇચ્છનીય  બનાવ ન બનતા તંત્ર દ્વારા હાશકારાની લાગણી અનુભવાય છે. ભાવનગર લોકસભાની ચૂંટણીમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવીયા, લોકસભાના ઉમેદવાર નિમુબેન બાંભણિયા,યાધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, શહેર ભાજપ પ્રમુખ અભયસિંહ ચૌહાણ,પૂ.મોરારીબાપુ, સહિતના વિવિધ આગેવાનો, સંતો, યુવાનો,બહેનોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj