હાથરસ,તા.4
હાથરસના સત્સંગમાં મચેલી નાસભાગ બાદથી ચર્ચામાં આવેલા ભોલે બાબા અંગે દરરોજ મોટા-મોટા ખુલાસા થઈ રહ્યા છે. પહેલા બાબાના આશ્રમમાં કામ કરી ચૂકેલા એક સાક્ષીએ બાબા પર છોકરીઓ રાખવા અને દારૂ પીવાનો આરોપ લગાવ્યો હતો ત્યારે હવે ભોલે બાબાનું પેપર લીક કનેક્શન પણ સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજસ્થાનના દૌસા જિલ્લામાં એક તલાટીના ઘરમાં ભોલે બાબાનો અસ્થાયી નિવાસ હતો. આ એ જ પટવારી છે જેમને થોડા મહિનાઓ પહેલાJEAN ભરતી પરીક્ષા 2020ના પેપર લીકનો આરોપી માનવામાં આવ્યો છે. આ તલાટીનું નામ હર્ષવર્ધન મીણા છે. હર્ષવર્ધન હાલમાં SOGની કસ્ટડીમાં છે.
ભોલે બાબા દૌસામાં હર્ષવર્ધનના ઘરે સત્સંગ કરતા હતા. રાજસ્થાન પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ એ જ ઘર હતું જ્યાંથી પેપર લીકનું રેકેટ પણ ચલાવવામાં આવી રહ્યું હતું. પેપર લીક મામલે તપાસ કરી રહેલી ટીમ માટે આ સમગ્ર રેકેટમાં બાબાની સંડોવણીનો એક નવો એંગલ બની ગયો છે. દૌસામાં સ્થાનિક લોકોનું કહેવું છે કે, પહેલા ભોલે બાબા અહીં સત્સંગ કરતા હતા પરંતુ જ્યારથી પેપર લીક મામલે હર્ષવર્ધનની ધરપકડ થઈ છે ત્યારથી બાબા અહીંથી ફરાર છે. અમને એવું લાગે છે કે, પેપર લીકમાં પણ ભોલે બાબાની સંડોવણી છે. જોકે, પેલીસ હવે આ નવા એંગલથી તપાસ કરી રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy