મોરબીના વનાળીયાના પાટીયા પાસે બાઇક આડે કૂતરું આડું ઉતરતા અકસ્માત: મહિલાને ઇજા

Local | Morbi | 27 April, 2024 | 01:40 PM
સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.27
મોરબી નજીકના રવાપર ગામ પાસે આવેલ એપાર્ટમેન્ટમાં રહેતા મહિલા બાઇકમાં પાછળના ભાગે બેસીને મોરબીના નવલખી રોડ ઉપર આવેલ વનાળીયા ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઇકને આડે કૂતરું ઉતરતા અકસ્માત થયો હતો જેમાં મહિલાને ઇજા થઇ હતી. 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ સંકલ્પ એપાર્ટમેન્ટ બ્લોક નંબર 202 માં રહેતા ભાવિનાબેન જયંતીભાઈ ભીમાણી (32) નામના મહિલા મોરબીથી નવલખી રોડ ઉપર આવેલ વનાળિયા ગામના પાટીયા પાસેથી બાઈક ઉપર પાછળના ભાગે બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકની આડે કૂતરું ઉતર્યું હતું .

જેથી કરીને બાઈક સ્લીપ થઈ ગયું હતું અને તે બનાવમાં ભાવિનાબેનને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ ફિરોજભાઈ સુમરા દ્વારા કરવામાં આવેલ છે.
 

દવા પી લેતા સારવારમાં
મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલથી ત્રાજપર ચોકડી તરફ જવાના રસ્તા ઉપર આવેલ વોરાબાગ સામે આરડીસી બેંક પાસે વૃંદાવન પાર્કમાં રહેતા વિશાલ નવીનચંદ્ર દવે (42) નામનો યુવાન દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj