મોરબી પાસે બાઇક આડે ખૂંટિયો આવતા અકસ્માત: ઇજા પામેલ વૃદ્ધા સારવારમાં

Local | Morbi | 04 May, 2024 | 01:32 PM
રોહિદાસપરામાં યુવાનને ગળે ટીંપો આપતા સારવારમાં ખસેડાયો
સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.4
મોરબી રાજકોટ રોડ ઉપર આવેલ અજંતા કારખાના પાસે શ્રીજી એસ્ટેટ સામેથી બાઇક પસાર થઈ રહ્યું હતું ત્યારે તે બાઈકની આડે ખૂંટિયો આવ્યો હતો જેથી કરીને બાઇક સ્લીપ થઈ ગયું હતું અને બાઈકમાં બેઠેલા વૃદ્ધાને ઇજા થતાં તેને સારવારમાં ખસેડાયા હતા. 

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના વીરપર ગામે રહેતા હીરાબેન વ્રજલાલ નિમાવત (66) નામના મહિલા અજંતા કારખાના પાસે શ્રીજી એસ્ટેટ સામેથી બાઇકમાં પાછળના ભાગે બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકની આડે ખૂંટિયો ઉતરતા અકસ્માત થયો હતો હીરાબેનને ઇજાઓ થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇને આવ્યા હતા. આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવેલ છે.

માર માર્યો
બાયપાસ રોડ ઉપર દલવાડી સર્કલ પાસે આવેલ રોલા રાતડીયાની વાડીમાં રહેતા મનીષાબેન દિલીપભાઈ ડાભી (27) નામની મહિલાને તેના ઘરે તેના પતિ દ્વારા માર મારવામાં આવતા સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઇને આવ્યા હતા. 

યુવાન સારવારમાં
વીસીપરા વિસ્તારના રોહીદાસપરા વિસ્તારમાં રહેતા સંદીપ મનુભાઈ સોલંકી (27) નામના યુવાનને અશ્ર્વિન કરસનભાઈ સોલંકી નામના શખ્સે ગળાટૂંપો આપવા આપતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. તપાસ કરતા પ્રફુલભાઈ પરમારે જણાવ્યુ હતું કે, પોલીસ નિવેદન લેવા માટે તેઓ હોસ્પિટલે ગયા ત્યાર પહેલા ભોગ બનેલ યુવાન ત્યાથી ચાલ્યો ગયો હતો.

બાઇકને હડફેટે લેતા 
મોરબીની ઉમા ટાઉનશીપમાં વૈભવવિલા એપાર્ટમેન્ટમાં રહેતા ચુનીલાલ દુર્લભજીભાઈ ધુડીયા (65) નામના વૃદ્ધ મોરબીના પીપળી રોડ ઉપર બાઇક લઈને પસાર થતા હતા ત્યારે તેના બાઇકને ટ્રેક્ટરના ચાલાકે હડફેટે લેતા સારવાર માટે હોસ્પિટલે લઇને આવ્યા હતા. આગળની વધુ તપાસ જે.બી. પરમાર ચલાવી રહ્યા છે

બાઇક સ્લીપ
આમરણ પાસે ડાયમંડનગર ખાતે રહેતા રાજેશભાઈ છગનભાઈ કાસુન્દ્રા (55) નામના આધેડનું બાઇક સ્લીપ થઇ જતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇને આવ્યા હતા. વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj