ધોરાજી,તા.1
ધોરાજીના ઝાંજમેર ગામ નજીક આખલાએ ઢીક મારતા બાઈક ચાલકને ગંભીર ઈજા થયાનો બનાવ બનેલ છે.ઈજાગ્રસ્તને સારવાર અર્થે ધોરાજીની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વિશેષ સારવાર માટે જૂનાગઢની હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.
આ અંગે મળતી વિગતો એવા પ્રકારની છે કે ઝાંજમેટ ગામના ભરતપરી વિઠલપરી ગોસ્વામી (ઉ.વ.50)ઝાંજમેટથી સુપેડી પોતાનું બાઈક લઈને જતા હતા ત્યારે ઝાજમેર અને સુપેડી ગામની વચ્ચે આવેલ મહાદેવના મંદિર પાસે ભરતપરીને આખલાએ ઢીક મારતા પડી જતા માથામાં ગંભીર ઈજા થતા 102માં ધોરાજી સરકારી દવાખાને આવતા ગંભીર હાલતમાં વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડાયા હતાં.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy