હળવદ નજીક અજાણ્યા વાહન હડફેટે બાઇક ચાલકનું મોત

Local | Morbi | 24 April, 2024 | 11:35 AM
સાંજ સમાચાર

(પ્રશાંત જયસ્વાલ / વિશાલ જયસ્વાલ)
હળવદ, તા. ર4
હળવદ નજીક અજાણ્યા વાહન હડફેટે બાઇક ચાલકનું મોત નિપજેલ છે. આ બનાવ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.  મળતી વિગતો મુજબ હળવદ-ધ્રાંગધ્રા હાઇવે પર સમી સાંજે એક અજાણ્યા વાહન ચાલક તેમજ બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે જેમાં બાઈક ચાલકનું મોત નીપજ્યું છે.

આ બનાવમાં ઇજાગ્રસ્તને વધુ સારવાર માટે શ્રીજી હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ સારવાર મળે તે પહેલા જ તેઓનું મોત નીપજયું છે મૃત દેહ ને પીએમ અર્થે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ હતો. મૃતક ગણેશભાઈ ગોવિંદ ભાઈ ચૌહાણ હાલ હળવદ ખાતે રહે છે.આ ઘટનાથી તેમના પરિવારમાં શોક લાગણી છવાઈ ગઈ છે. વિશેષ તપાસ પોલીસ ચલાવી રહી છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj