જીજ્ઞેશ ભટ્ટ દ્વારા મોરબી તા 4
મોરબીના વીસીપરા વિસ્તારમાં અમરેલી રોડ ઉપર નરેન્દ્ર ટાઇલ્સની બાજુમાં રહેતા કિરીટભાઈ બાબુભાઈ અગેચાણીયા જાતે કોળી (30) એ ડિવિઝન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવેલ છે.
એસબીઆઇ બેન્કની સામેના ભાગમાં આવેલ ત્રિકોણબાગની પાછળના ભાગમાં યુનિયન બેન્ક પાસે તેણે પોતાનું બાઈક નંબર જીજે 36 એડી 5108 પાર્ક કરીને મૂક્યું હતું જે 60 હજાર રૂપિયાની કિંમતના બાઈકની કોઈ અજાણ્યા શખ્સે ચોરી કરી છે જેથી યુવાનની ફરિયાદ લઈને પોલીસે આરોપીને શોધવા માટે તજવીજ શરૂ કરી છે
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy