રાજકોટ, તા.27
શહેર ભાજપ માલધારી અગ્રણી કાનાભાઈ એમ. ચૌહાણનો કાલે જન્મદિવસ છે. તેઓએ યશસ્વી જીવનના 51 વર્ષ પૂર્ણ કરી પર વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.તેઓ રૈયાનગરપાલિકામાં નગર સેવક તરીકે ચૂંટાયેલ અને સ્લમ કિલયર્સ બોર્ડના ચેરમેન તરીકે જવાબદારી સંભાળેલી હતી. હાલ વોર્ડ નં. 10 ના સક્રિય કાર્યકર છે. માલધારી સેલના પૂર્વ સહક્ધવીનર અને તેમજ બક્ષીપંચ મોરચાના કારોબારી સભ્ય અને રાજકોટ શહેર જિલ્લા ઓબીસી અમલીકરણ સમિતિના કારોબારી સભ્ય તરીકે જવાબદારી સંભાળેલ તેમજ હાલ રાજકોટ શહેર ભાજપ ગૌ.સંવર્ધન સેલના કારોબારી સભ્ય તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. તેઓના જન્મદિવસ નિમિત્તે બહોળુ મિત્ર મંડળ, સામાજીક અગ્રણીઓ તથા રાજકીય અગ્રણીઓ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy