મોરબીમાં ભાજપના હોર્ડિંગ્સ બોર્ડમાં પરષોત્તમ રૂપાલાનાં ફોટા પર કાળી શાહીનાં છાંટણા

Local | Morbi | 16 April, 2024 | 02:10 PM
રૂપાલાના આગમન પૂર્વે ભાજપના બોર્ડ ફાટતા કાર્યકરોમાં દોડધામ મચી
સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ)  મોરબી તા.16
 

મોરબીમાં સાંજે પરષોત્તમ રૂપાલા સહિતના ભાજપના મોરબી જિલ્લાને લાગુ પડતાં ચાર ઉમેદવરોની હાજરીમાં રેલી અને સભાનું આયોજન કરવામાં આવ્યું છે તે પહેલા ભક્તિનગર સર્કલ પાસે રાતે કોઈએ કાર્યક્રમના જે બેનર લગાવવામાં આવ્યા હતા તેને ફાડી નાખેલ હતા અને ત્યાર બાદ ભાજપના ચારેયું ઉમેદવારોને આવકારવા અને સન્માન કરવા માટે ઠેરઠેર સ્ટેજ બનાવવામાં આવેલ છે ત્યાં હોર્ડિંગ્સ બોર્ડ મૂક્યા છે .

તેમજ વીજ પોલમાં પણ બોર્ડ લગાવેલ છે તે બોર્ડમાં મોદી, રૂપાલા અને કમળ નો લોકો મૂકવામાં આવેલ છે જો કે, મોટાભાગના બોર્ડમાં માત્ર રૂપાલાના ફોટો ઉપર કાળી શાહી લગાવવામાં આવી છે જેથી કરીને તંત્ર અને ભાજપની ટિમ હાલમાં દોડતી થઈ ગયેલ છે. મોરબીમાં રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા પ્રચાર માટે એલિ અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હવે મોરબી જિલ્લાને લાગુ પડતી ચારેય લોકસભાની બેઠકના ભાજપના ઉમેદવાર હાજર રહેવાના છે જો કે, મોરબીમાં શનાળા રોડે ભક્તિનાગર સર્કલથી મહારેલી શરૂ કરવાના છે અને ક્લાસિક પાર્ટી પ્લોટ ખાતે સભા યોજવાની છે .

તેના માટે ભાજપના સમર્થનમા ઠેરઠેર બોર્ડ લગાવવામાં આવેલ છે જો કે,  રૂપાલાના આગમન પહેલા જ રૂપાલાના વિરોધમાં બેનરો રાતે કોઈએ ફાડયા હતા અને ત્યાર બાદ સોમવારે બપોરે ઉમિયા સર્કલથી લઈને સભા સ્થળ સુધી તેઓને આવકરા માટે જે સ્ટેજ બનાવવામાં આવેલ છે ત્યાં મોટા હોર્ડીંગ લગાવવામાં આવેલ છે તેમજ વીજ પોલ ઉપર નાના બોર્ડ લગાવવામાં આવ્યા છે તેમાં મોટાભાગની જગ્યાએ નરેન્દ્ર મોદી, પરસોતમ રૂપાલા અને ભાજપના નિશાન કમળ સાથેના ફોટો મુકેલ છે તેમાંથી માત્ર રૂપાલાના ફોટો ઉપર કોઈએ બપોરના સમયે કાળી શાહી લગાવી દીધેલ છે જેથી કરીને તંત્ર અને ભાજપની ટિમ હાલમાં દોડતી થઇ ગયેલ છે અને હાલમાં શાહી વાળા બેનરો હટાવીને નવા બેનરો લગાવવા માટેની કવાયત શરૂ કરવામાં આવેલ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj