લીલીયાનાં ભોરીંગડા ગામેથી બોગસ તબીબ ઝડપાયો

Local | Amreli | 24 April, 2024 | 11:37 AM
સાવરકુંડલા પાસે કાર હડફેટે પશુપાલકનું ગંભીર ઇજાથી મોત
સાંજ સમાચાર

(મિલાપ રૂપારેલ)  અમરેલી, તા.24
લીલીયાનાં ભોરીંગડા ગામે વગર ડીગ્રીએ તબીબી પ્રેકટીશ કરનાર શખ્સની અટકાયત કરી છે. લીલીયા તાલુકાના ભોરીંગડા ગામે રહેતા અશોકભાઇ રવજીભાઇ બારૈયા નામનાં 40 વર્ષિય યુવક પાસે કોઇપણ સરકાર માન્ય એલોપેથીક સારવાર કરવા માટેની ડિગ્રી ના હોય ડોકટરની રજી. મેડીકલ પ્રેકટીશ્નરને લગતી ડિગ્રી ન હોવા છતાં વગર ડિગ્રીએ કલીનીક ચલાવી દર્દીઓ પાસેથી ફી લઇ સારવાર આપી પૈસા વસુલ કરી એલોપેથીક દવાઓ તથા મેડિકલને લગત સાધન સામગ્રી વસ્તુ નંગ-ર8 કિંમત રૂા. 4097.98 ના મુદ્ામાલ રાખી મેડિકલ પ્રેકિટસ કરી, પોતાના આ કૃત્યથી  માનવ જીંદગી જોખમાય તેમ હોય તેવુ પોતે જાણતા હોવાછતાં દર્દીઓને નિદાન/સારવાર આપી માનવ જીંદગી સાથે ચેડા કરતા હોય. આ અંગે મેડીકલ ઓફીસર પીએચસી ક્રાંકચના ડો.જયભાઇ ધીરજલાલ વાઘેલાએ તેમને ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી. 

પશુપાલકનું મોત
સાવરકુંડલા તાલુકાના જાબાળ ગામે રહેતા ઘનશ્યામભાઇ મેહુલભાઇ હેલૈયાના પિતાજી મેહુલભાઇ તા. રર ના સવારે 10 વાગ્યા આસપાસ પોતાના ઘરેથી ઢોર લઇને ચરાવવા નીકળેલ. ત્યારે જાબાળ ગામથી આંબરડી ગામ તરફ જતા રોડ પર ગાયો તથા ભેંસોની પાછળ ચાલતા હતા તે વખતે સાવરકુંડલા તરફથી એક સફેદ કલરનીફોર વ્હીલ ઇકો ગાડી નં. જીજે-01 કેએમ 2775 ના ચાલકે પોતાની ફોર વ્હીલ ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે બેદરકારીથી ચલાવી મેહુલભાઇ હેલૈયા  સાથે અકસ્માત કરી રોડ પર પાડી દેતા માથાના ભાગે ગંભીર ઇજા તથા શરીરના ભાગે ઇજાઓ પહોંચાડી મોત નિપજાવ્યાની ફરિયાદ નોંધાઈ છે. 

બનેવી સાળા વચ્ચે મારામારી
જેતપુર ગામે રહેતા પૃથ્વીરાજભાઇ સુરેશભાઇ ધાધલે તેના પત્નિ ઉપાસનાબેનને બોટાદ શ્રીમંતમાં જવાની ના પાડેલ હોય. જે બાબતનું તેમના બાબરા ગામે રહેતા સાળા ભવદિપભાઈને સારૂ નહી લાગતા તેમણે ફોન કરી ગાળો આપી બાબરા આવવાનુ જણાવતા બનેવી બાબરા આવતા અન્ય આરોપીએ ઢીકાપાટુ મારી પકડી રાખી ભવદિપ ખાચરે તલવાર વતી ગાલે તથા માથામાં તથા પગમાં તલવાર મારી ઇજા કરી ગાલે સાત તથા માથામાં ત્રણતથા પગમાં એક ટાકો લાવી, ઢીકાપાટુ મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ચાર સામે ફરિયાદ નોંધાઈ છે.

આ જ બનાવમાં ભવદિપભાઇ રઘુભાઇ ખાચરે પણ પુથ્વીરાજભાઇ સુરેશભાઇ ધાધલ તથા બે અજાણ્યા ઇસમો સામે ગાળો આપી ઢીકાપાટુ વડે મુંઢ માર મારી છરી વડે ડાબા હાથની હથેળીમાં મારી ઇજા કરી મારી નાખવાની ધમકી આપ્યાની ત્રણેય આરોપીઓ સામે સામી ફરિયાદ નોંધાઈ છે. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj