જામ ખંભાળિયા, તા. 20
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં સ્થાનિક પી.એસ.આઈ. એમ.આર. સવસેટા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા કોમ્બીંગમાં પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે ઘુમલી ગામની સીમમાં રહેતા ભરત ચના રબારી નામના શખ્સ દ્વારા બરડા ડુંગરમાં આવેલા ખડા નેસ વિસ્તારમાં પાણીના ઝર નજીક દેશી દારૂની ભઠ્ઠી ચલાવવામાં આવતી હોવાથી આ સ્થળે પોલીસ સ્ટાફ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો.
આ દરોડા દરમ્યાન પથ્થરોથી બનાવેલી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી મળી આવતા આ સ્થળેથી 3700 લીટર દારૂ બનાવવાનો આથો, 430 લીટર દેશી દારૂ તેમજ વિવિધ સાધનો મળી, કુલ રૂપિયા 17,500 નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. જો કે આ દરોડા દરમિયાન આરોપી ભરત ચના રબારી પોલીસને હાથને લગતા આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસે પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો નોંધી, ધોરણસર તપાસ હાથ ધરી છે.
(તસ્વીર : કુંજન રાડીયા)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy