(દેવાભાઈ રાઠોડ) પ્રભાસ પાટણ,તા.23
આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024ના અનુસંધાને જિલ્લામાં જાહેર વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે ગેરકાયદેસર દારૂની હેરાફેરી જેવી અસામાજિક પ્રવૃત્તિ આચરતો ઈશમ ભરતભાઈ ઉર્ફે ભૂરો લાખાભાઇ સોલંકી, રહે. નવાબંદર,તા.ઉના કે જેઓ નવાબંદર પોલીસ સ્ટેશનના ગુ. ર. નં.11186003240090 માં કિ.રૂ.5,11, 200/- નો ભારતીય અને વિદેશી બનાવટી દારૂ-બિયરનો વિપુલ પ્રમાણમાં પ્રોહીબીશનનો મુદ્દામાલને કબ્જામાં રાખીને હેરફેર કરતા ગુન્હામાં પકડાયેલ,આ ઈશમ ભવિષ્યમાં પણ આવી ગુન્હાહિત પ્રવૃત્તિ ચાલુ રાખીને જાહેર વ્યવસ્થાની જાળવણીમાં બાધારૂપ થાય તેવા કારણો જણાતા તેને આવા જાહેર સુલેહશાંતી વિરુદ્ધનાં કૃત્ત્યો કરતો અટકાવવા સારું ગીર સોમનાથ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ તા.19/04/2024 ના રોજ પાસા ધારા તળે અટકાયત કરવા હુકમ કરતા ખાસ જેલ ભુજના હવાલે કરવામાં આવેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy