►મોરબીના અભય સંખેસરીયા અને પત્ની જલ્પાબેને રવિ જંજવાડિયાના નામે રાજકોટમાં મકાન લીધું હતું, તપાસ હાથ ધરતી ગાંધીગ્રામ પોલીસ
રાજકોટ, તા.27
પોતાના જ ભાઈ પર કરેલો વિશ્ર્વાસ એક બહેનને ભારે પડ્યો છે. ભાઈના નામે મકાન લીધું અને બહેન બનેવીએ લોન ભર્યા પછી હવે ભાઈએ બહેનના નામે ન દસ્તાવેજ ન કરી આપતા બહેને ઝેરી દવા પીધી હોવાનો આક્ષેપ થયો છે. જલ્પાબેન સંખેસરીયાએ માધાપર પાસે આવેલ સીંધોઇનગરમાં પોતાના પિતા કરશનભાઈના ઘરે જઈ આપઘાતનો પ્રયાસ કરતા, ત્યાંથી તેને તત્કાલ એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. મોરબી રહેતા અભય સંખેસરીયા અને પત્ની જલપાબેને રવિ જંજવાડિયાના નામે રાજકોટમાં મકાન લીધું હતું. હાલ ગાંધીગ્રામ પોલીસના પીએસઆઇ ગોહિલે વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત અનુસાર, જલ્પાબેન અભયભાઈ સંખેસરીયા (ઉ.વ.30 રહે. રાજનગર સોસાયટી પંચાસર રોડ, મોરબી) નામની પરિણીતાએ તેના પિતાના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ અંગે તેના પતિ અભય ભાઈએ જણાવ્યું કે, તેઓને લગ્નના 8 વર્ષ થયાં છે. સંતાનમાં એક દિકરી છે. તેઓએ બે વર્ષ પહેલાં રાજકોટના રેલનગર વિસ્તારમાં 38 લાખનું મકાન લોન પર લીધું હતું. જે મકાન તેના સાળા રવિ જંજવાડિયાના નામે લીધું હતું. જે મકાન હવે પોતાનાં નામે કરવાનું હોવાથી અભયભાઈએ તેના સાળાને વાત કરી હતી. અને તે મકાન પોતાનાં નામે કરવા દસ્તાવેજ માટે સાળાને બોલાવ્યો હતો. પણ દસ્તાવેજ સમેયે તેનો સાળો આવ્યો નહી અને તેના સાળા રવીએ કહ્યું કે તે મકાન મારું છે કહી બનેવી સાથે રકઝક કરી હતી.
અગાઉ પણ તેનાં સાળા સાથે માથાકૂટ થઈ હતી. ત્યાર બાદ જલ્પાબેને પણ તેનાં ભાઈ રવિને સમજાવા પ્રયત્ન કર્યો હતો. છતાં પણ સમજયો ન હતો. જેથી જલ્પાબેન ગઈકાલે બપોરે માધાપરગામ રહેતાં તેના પિતા કરશનભાઈ જંજવાડીયાના ઘરે જઈને સમજવાના પ્રયત્ન કર્યો હતો. છતાં દસ્તાવેજ માટે સહમત ન થતાં જલ્પાબેને તેના પિતાના ઘરે જ ઝેરી દવા પી લીધી હતી. બાદ તુરંત તેને સારવાર અર્થે એઇમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જલ્પાબેનના પતિ સહિતના પરિવારજનોએ આ આક્ષેપો કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy