ઉનાનાં દેલવાડા રોડ પર બસ-કાર વચ્ચે ટકકર: 7ને ઈજા

Local | Veraval | 27 April, 2024 | 11:01 AM
ખાનગી સ્કૂલની બસ સાથે વડોદરાનાં પ્રવાસીઓની કાર અથડાતા ટ્રાફિકજામ: કારમાં બેઠેલ બે મહિલા સહિત પાંચ લોહીલુહાણ થયા
સાંજ સમાચાર

ઉના,તા.27 ઊના દેલવાડા રોડ અતિ ગોઝારો બની રહ્યો રહ્યો છે બે દિવસ પહેલાં બે કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માત પછી બે બાઈક સામસામે અથડાય હતી ત્રીજા દિવસે કાર અને સ્કૂલ બસ વચ્ચે ભયંકર અકસ્માતસર્જાયોઅનેલોહીના ખાબોચિયાં ભરાયાં હતાં બે મહિલા સહિત પાંચ લોકો આ અકસ્માત ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાંહોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે બપોર નાં સમયે ઊના ની ખાનગી એ આર ભટ્ટ કોલેજ ની બસ વિધાર્થીઓ ને મુક્વા જતી હતી આ દરમ્યાન વડોદરા નાં હસમુખભાઈ ડાયાભાઈ વૈષ્ણવ, શુભમ ભાઈ વૈષ્ણવ,વૈભવી બેન શુભમ ભાઈ,જયોતીબેન, જગદીશભાઈ પરમાર સહિત પાંચ વ્યક્તિઓ કાર નંબર જીજે 06પી સી 9707 માં બેસી દીવ ટુરીઝમ વિસ્તારમાં ફરવા આવેલ હતાં અને પરત દીવ થી ઊના થઈ ને વડોદરા જવા નીકળ્યા હતા ત્યારે ઉના દિવ રોડ પર આવેલ કોલેજ નજીક ખાનગી શાળા એ આર ભટ્ટ કોલેજ ની બસ સાથે કાર ધડાકાભેર અથડાતાં જોરદાર અકસ્માત સર્જાયો હતો અકસ્માત માં કારમા મુસાફરી કરી રહેલી બે મહીલા ત્રણ પુરૂષ સહીત 5 વ્યક્તિઓને હાથ, પગ, માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તમામ ઇજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે ઉના ખાનગી હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બપોર નાં સમયે અકસ્માત ની ધટના સર્જાતા મુખ્ય રોડ ઉપરથી પસાર થતા વાહન વ્યવહાર બંધ થતાં ટ્રાફિક જામ થઈ જતાં થોડાં કલાકો સુધી વાહનો નાં થપ્પા લાગી ગયાં હતા અકસ્માતમાં કાર નો ભુક્કો થઈ જતાં ઈજાગ્રસ્ત લોકોને ને મહામુસીબતે બહાર કાઢ્યા હતા તેમજ સ્કુલ બસ ને પણ આગળ નાં ભાગે ભારે નુકસાની વિલ નિકળી રોડ પર ફંગોળાઈ જતાં આગળનો ભાગ નો બુકડો બોલી ગયો હતો જોગાનુજોગ સ્કૂલ બસમાં વિધાર્થીઓ નહીં હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી ઈજાગ્રસ્ત લોકોને બે 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અકસ્માત નો ધડાકાભેર અવાજ સાંભળી લોકો ધટના સ્થળે દોડી આવ્યા હતા અને ત્યાંથી પસાર થતાં લોકો નાં ટોળા એકઠા થયા હતા તાત્કાલિક ઈજાગ્રસ્ત લોકોને બહાર કાઢી ને પોલીસ તેમજ એમ્બ્યુલન્સ સેવા ને બોલાવી હતી અને ટ્રાફીક ખોલતાં વાહન વ્યવહાર શરૂ કરાવેલ હતો

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj