કોટડાસાંગાણીના રામોદ ગામે સર્વોદય એજ્યુકેશન કેમ્પસ દ્વારા

Local | Rajkot | 25 April, 2024 | 10:30 AM
વિદ્યાર્થીઓને રામલલ્લા તથા ચંદ્રયાન એવોર્ડથી સન્માનિત કરાયા: સફળતા
સાંજ સમાચાર

(સતીમ પતાણી દ્વારા) કોટડા સાંગાણી, તા.25 કોટડાસાગાણી ના રામોદ ગામે શ્રી સર્વોદય એજ્યુકેશન કેમ્પસ રામોદ સંસ્થા દ્વારા શૈક્ષણિક વર્ષ 2023/24 ના વિધાથીરઓ ને રામ લલ્લા અને ચંદ્રયાન એવોર્ડ થી સન્માનિત કરવામાં આવેલ હતા. તા.22 ના શિક્ષણક્ષેત્રે આગવી ઓળખ ધરાવતી કોટડાસાંગાણી અને ગોંડલ પંથકની શ્રી સર્વોદય એજ્યુકેશન કેમ્પસ-રામોદ સંસ્થા દ્વારા શૈક્ષણિક વર્ષ-2022-23ની S.S.C. અને H.S.C.બોર્ડની પરીક્ષામાં તેમજ શાળા કક્ષાની પરીક્ષામાં ધોરણ:- K.G.થી 12 સુધી ટોપટેન નંબર મેળવનાર વિદ્યાર્થીઓને રામલ્લા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ શૈક્ષણિક વર્ષ 2023-’24ની શાળાની સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં સર્વ શ્રેષ્ઠ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર 1 થી 3 નંબર મેળવનાર વિદ્યાર્થીઓને ચંદ્રયાન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ દ્વારા આ સંસ્થામાં છેલ્લા એક દાયકાથી કાર્યશીલ અને સેવા આપી રહેલા શિક્ષકોને દ્રોણાચાર્ય એવોર્ડથી સન્માનિત કરાયા હતા. જેમાં શાળાના મ.શી. મધુબેન મજેઠીયા, રવિનાબેન એન.માનસરા અને માનસીબેન પી. ધડુકને શાળાના ટ્રસ્ટીઓ દ્વારા બાર જ્યોતિર્લિંગની પ્રતિકૃતિ અને શીલ્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. રામલલ્લા અને ચંદ્રયાન એવોર્ડથી વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ગોંડલ અને કોટડા સાંગાણીના ઉપપ્રમુખ અને અમારી સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર જયેશભાઈ પી. રામાણી, સંસ્થાના ટ્રસ્ટી ભાવેશભાઈ કે.ગજેરા, સુરેશભાઈ કે.ગજેરા તેમજ સંચાલક શ્રીમતી નેન્સીબેન જે. રામાણી ત્યારબાદ સંસ્થાના આચાર્ય કુ.શ્રી આસોદરીયા માનસીબેને આ મહેમાનો દ્વારા શિલ્ડ મોમેન્ટો આપીને વિદ્યાર્થીઓની મહેનતને સન્માનિત કર્યા હતા,તેમજ સંસ્થાના બેસ્ટ ટીચર એવોર્ડથી સન્માનિત કરાયેલા કુ. શ્રી એલ્વિશાબેન જી.માલવીયા દ્વારા તેમજ વિદ્યાર્થીઓને ભાગવત ગીતાના શ્ર્લોકનું કંઠસ્થ અને ગાયન કરાવીને શૈક્ષણિક વર્ષ 2023-24 ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj