ગુજરાતમાં ભાજપની નોમીનેશન પ્રક્રિયાનો અંત પણ ધમાકેદાર રહેશે

કાલે સી.આર.પાટીલ; શુક્રવારે અમિત શાહ મેગા-શો સાથે ઉમેદવારી કરશે

Gujarat, Politics, Lok Sabha Election 2024 | Rajkot | 17 April, 2024 | 10:02 AM
◙ 2019માં દેશમાં સૌથી વધુ મતે જીતવાનો રેકોર્ડ ધરાવનાર સી.આર.પાટીલ કાલે નવસારીમાં 1 લાખ ટેકેદારો સાથે રોડ-શો કરશે: અમીત શાહ- ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે
સાંજ સમાચાર

◙ ઉમેદવારી પુર્વે કાલે અમીત શાહનો ગાંધીનગર મતક્ષેત્રમાં જબરો રોડ-શો: શુક્રવારે વિજયમુર્હુતમાં નોમીનેશન

રાજકોટ: ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકો પાંચ લાખ મતો અને ગાંધીનગરની બેઠક જેના પર કેન્દ્રીય મંત્રી અમીત શાહ બીજી વખત ચુંટણી લડી રહ્યા છે તે બેઠક પર 10 લાખ કે તેથી વધુ મતોની સરસાઈથી જીતવાનો જે લક્ષ્યાંક પ્રદેશ સી.આર.પાટીલે આપ્યો છે તેવો દાવો કાલે શ્રી અમીત શાહ તમામ સાત બેઠકોને આવરી લેતી બે તબકકાનો રોડ-શો કરશે.

શ્રી અમીત શાહ તા.19ના તેમની ઉમેદવારી નોંધાવશે તો તે પુર્વે કાલે પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ તેમની નવસારી લોકસભા બેઠક પર પણ જબરા શો સાથે ઉમેદવારી કરશે. આમ લોકસભામાં ગુજરાતમાં ઉમેદવારીનો તબકકાનો અંત ભાજપ જબરા શંખનાદ સાથે કરીને બાદમાં પ્રચારનો પ્રારંભ કરશે. ગુજરાતમાં મોટાભાગની બેઠકો પર ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે.

કાલે અમરેલીમાં ભાજપના ઉમેદવાર શ્રી ભરત સુતરીયા ઉમેદવારી કરશે તે સમયે રાજકોટ લોકસભા બેઠક પર ચુંટણી લડી રહેલા કેન્દ્રીય મંત્રી શ્રી પરસોતમ રૂપાલા પણ હાજર રહેતા નવસારીમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ 2019માં દેશમાં સૌથી વધુ લીડની જીતનો રેકોર્ડ બનાવ્યો હતો અને 6 લાખથી વધુ મતોથી જીત્યા હતા જે લીડ હવે વધારવા માટે તેઓએ લક્ષ્યાંક રાખ્યો છે.

કાલે તેઓની ઉમેદવારી સમયે 1 લાખથી વધુ લોકો સાથે તેવો રોડ-શો કરશે જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી નાણામંત્રી કનુભાઈ દેસાઈ તથા નવસારી સંસદીય બેઠકની હેઠળ આવતી તથા સુરત સંસદીય બેઠકની તમામ ધારાસભા બેઠકના ભાજપના ધારાસભ્યો પણ હાજર રહેશે. આ રોડ શોમાં 20000થી વધુ મહિલાઓ કેસરી સાડી કેસરી સાફા સાથે જોડાશે તથા 3 કલાકનો રોડ-શો યોજાશે.

► શ્રી અમીત શાહ
ગુજરાતમાં ભાજપની ઉમેદવારી પ્રક્રિયાનો અંત ગાંધીનગર લોકસભા બેઠક પર કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ ગાંધીનગરથી નોમીનેશનથી આવશે. શ્રી શાહ તા.19ના રોજ ફોર્મ ભરશે પણ તેઓ આજે સાંજે જ અમદાવાદ પહોંચશે. તેઓ તેમના સમગ્ર મતક્ષેત્રને આવરી લેતા મેગા રોડ-શો કાલે કરશે.

તેઓ તમામ વિધાનસભા ક્ષેત્રના મહત્વના ક્ષેત્રોને આવરી લેશે જેમાં તે સાણંદ, કલોલ, ગાંધીનગર, અમદાવાદ, ઘાટલોડીયા, સાબરમતી, નારણપુરા, વેજલપુરમાં ફરશે તેમની સાથે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ તથા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ હાજર રહેશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj