ગીરગઢડાનાં ધોકડવા ગ્રામ પંચાયતનાં મહિલા સરપંચ પતિ વિરૂદ્ધ ગુનો દાખલ: ચકચાર

Local | Veraval | 25 April, 2024 | 11:09 AM
રાજકીય આગેવાનોની લડાઇ હવે પોલીસ દફતર સુધી પહોંચી
સાંજ સમાચાર

ઉના, તા.25
ગીરગઢડાનાં ધોકડવા ગામે થોડાં સમય પહેલાં ગ્રામપંચાયત નાં મહિલા સરપંચનાં પતિ દ્વારા અલગ અલગ સમાજ વિશે અભદ્ર ભાષાનો પ્રયોગ કરીને ટીપ્પણી કરતાં ઓડીઓકિલીપ શોસીયલ મિડીયામાં વાયરલ થતાં ભારે ચકચાર ફેલાઇહતી અને આ બાબતે સમાજ નાં આગેવાનો દ્વારા ગીરગઢડા મામલતદારને આવેદનપત્ર આપી ને પગલાં ભરવાં માંગણી ઉઠવા પામી હતી પરંતુ કોઈ પગલાં નહીં લેવાતાં આ બાબતે અનુસુચિત સમાજના અગ્રણી એ ગીરગઢડા પોલીસ માં સરપંચ નાં પતિ એભલભાઈ બાંભણીયા સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

હમેશા અનેક પ્રકારે વિવાદ માં રેહવા ટેવાયેલા ધોકડવા ગ્રામપંચાયતના સરપંચ પતિ એભલભાઈ મથુરભાઈ બાંભણીયાએ થોડાં સમય પહેલાં અનુસુચિત સમાજ તેમજ દેવીપૂજક સમાજ, વિરુદ્ધ અભદ્ર ટિપ્ણી કરતો ઓડીઓ શોસીયલ મિડીયા માં વાયરલ થતાં આ બાબતે જાતિયમાનસીકતાધરાવતા.
ધોકડવાગ્રામપંચાયતના મહિલા સરપંચ પતિ એભલભાઈ મથુરભાઈ બાંભણીયા એ તા 06/04/2024 ના રોજ જાહેર અભદ્ર ભાષામાં માં જાહેર માં ટીપણી કરી હતી  જેનો ઓડિયો બહાર આવતા સમાજમાં રોષ જોવા મળ્યો હતો ધોકડવા ગામના અનુસુચિત સમાજના અગ્રણી કરશનભાઈ મેપાભાઈ ચૌહાણે તા 19/04/2024 ના રોજ મુખ્યમંત્રી ગૃહમંત્રી સમાજ કલ્યાણ. ધારાસભ્ય. ડીઆઈ જી. એસ પી. તેમજ  ડી વાય એસ પી ને લેખિત રજૂઆત કરેલ હતી આ બાબતે એભલભાઈ મથુર ભાઈ બાંભણિયા  વિરુદ્ધ ગીરગઢડા પોલીસ અધિકારી ડાંગર એ 23/04/2024 ના ગીરગઢડા પોલીસ માં એફ આઈ આર નોધી ને ગુન્હો દાખલ કરતાં ભારે ચકચાર મચી ગયેલ છે. 

આ અગાઉ પણ તા 20/09/2023 ના રોજ અનુસુચિત સમાજ તેમજ મુસ્લિમ સમાજ વિરુદ્ધ સોશિયલ મીડિયા દ્વારા  અભદ્ર ભાષા નો ઉપયોગ કરતાં તેમના વિરુદ્ધ પણ તા 27/09/2023 ના રોજ તાલુકા અને જિલ્લા નાં અધિકારી સમક્ષ રજુઆત કરીને  આવેદન પત્ર આપવામાં આપેલ હતું.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj