રાજકોટમાં રીક્ષા ગેંગ ફરીવાર સક્રિય

આજીડેમ ચોકડી પાસે શ્રમિકના ખિસ્સામાંથી રોકડા રૂા.41 હજારની તફડંચી

Crime | Rajkot | 27 April, 2024 | 12:24 PM
મહિકા ગામના પાટીયા પાસે સીમમાં રહેતાં શ્રમિક પોતાના વતન છોટા ઉદેપુર જવા રિક્ષામાં બેઠાં બાદ તેમાં બેસેલ ગેંગે ચોરીને અંજામ આપ્યો: આજીડેમ પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી
સાંજ સમાચાર

રાજકોટ, તા.27
રાજકોટમાં રીક્ષા ગેંગનો તરખાટ યથાવત રહ્યો હોય તેમ ફરીવાર રીક્ષા ગેંગ ઝળકી હતી અને શ્રમિકને નિશાન બનાવ્યા હતાં. મહિકા ગામના પાટીયા પાસે વાડીએ રહેતાં શ્રમિક પોતાના વતન છોટા ઉદેપુર જવા રિક્ષામાં બેઠાં અને તેમાં સવાર ત્રણ શખ્સોએ શ્રમિકના ખિસ્સામાં રહેલ રૂ.41 હજાર તફડાવી નાસી છૂટતાં આજીડેમ પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.

બનાવ અંગે મહિકા ગામના પાટીયા પાસે ભારત પેટ્રોલપંપની પાછળ મામા સાહેબના ખીજડા પાસે ખેડૂત દિનેશભાઇ સીયાણીની વાડીએ રહેતાં મૂળ છોટાઉદેપુરના બોડેલીમાં રહેતાં અરવીંદભાઈ ગોવીંદભાઈ નાયકા (ઉ.વ.50) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ઓટોરીક્ષા નં. જીજે.03.સીટી.0050 ના ચાલક તેમજ તેની પાછળ બેસેલ અજાણ્યાં ત્રણ શખ્સોના નામ આપી જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા એક વર્ષથી વાડીના મકાનમાં રહી ખેતીકામ કરે છે.

ગઈકાલે વતનમાં માતાજીના હવનમાં જવાનું હોય જેથી તેના શેઠ પાસેથી રોકડા રૂ.60 હજાર લીધેલ અને રાત્રીના સાડા આઠ વાગ્યાની એસ.ટી. બસ હોય જેથી બસ સ્ટેશન જવા માટે તેના ભત્રીજા સાથે મહીકા ગામના પાટીયે ઉભા હતા અને ઓટો રીક્ષાની રાહ જોતા હતાં.

દરમિયાન ત્રંબા તરફથી એક ઓટો રીક્ષા આવેલ અને તેને ઉભી રાખી એસ.ટી. બસ સ્ટેશન જવાનું કહેલ અને તે રીક્ષામાં પાછળની સીટમાં ત્રણ વ્યક્તિ બેઠેલ હતા. તેમાંથી એક વ્યક્તિ ઉતરેલ અને તેઓ બંનેને વચ્ચે બેસવાનું કહેતા તેઓ રીક્ષાની પાછળની સીટમાં વચ્ચે બેસી ગયેલ હતાં. ત્યારબાદ રીક્ષા ચાલકે લકીરાજ પાર્ટી પ્લોટથી આગળ, મોગલ માતાજીના મંદીર સામે, રોડ ઉપર પહોંચતા તેની રીક્ષા ઉભી રાખેલ.

તેઓને જણાવેલ કે, મારે ગ્રીનલેન્ડ ચોકડી તરફ જવાનું છે તમે બન્ને નીચે ઉતરી બીજી રીક્ષામાં જતા રહો જેથી તેઓ નીચે ઉતરી ગયેલ અને નીચે ઉતરી ખિસ્સમાં જોતા તેમાં રાખેલ રોકડા રૂ.41 હજાર જોવામાં આવેલ નહીં અને તુરંત રીક્ષાના નંબર જોતા નં. જીજે.03.સીટી.0050 જોવામાં આવેલ હતાં. તેઓના ખિસ્સામાં રહેલ રોકડા રૂ.41 હજારની રીક્ષા ગેંગ તફડંચી કરી નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી આજીડેમ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે રીક્ષાગેંગની શોધખોળ હાથ ધરી હતી.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj