લોકસભાની 25 અને વિધાનસભાની પ બેઠકોની ચૂંટણી અંગે તૈયારીઓ આખરી તબકકામાં

રાજકોટ સહિત રાજયભરના કલેકટરો સાથે કેન્દ્રીય ચૂંટણી પંચની ‘VC’ : ચૂંટણી સમીક્ષા

Saurashtra, Politics, Lok Sabha Election 2024 | Rajkot | 26 April, 2024 | 05:05 PM
રાજકોટ કલેકટર કચેરી ખાતે વિડીયો કોન્ફરન્સમાં કલેકટર-અધિક કલેકટર ચૂંટણી, પોલીસ કમિશ્નર, ઓબ્ઝર્વર સહિતના અધિકારીઓ જોડાયા : માર્ગદર્શન પુરૂ પડાયું
સાંજ સમાચાર

રાજકોટ, તા. ર6
રાજકોટ સહિત રાજયની લોકસભાની 26 (એક બિનહરીફ) અને વિધાનસભાની પ બેઠકોની આગામી તારીખ 7 મેના આયોજીત  કરાયેલ ચૂંટણી અંગે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આજે ઉઘડતી કચેરીએ જ રાજયભરના તમામ જિલ્લા ચૂંટણી અધિકારી -કલેકટરો, પોલીસ કમિશ્નરો, અધિક કલેકટરો ચૂંટણી સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ આયોજીત  કરવામાં આવી હતી. 

જેમાં લોકસભા અને વિધાનસભા બેઠકોની ચૂંટણીઓની તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. આ વિડીયો કોન્ફરન્સમાં રાજકોટ કલેકટર કચેરી ખાતે કલેકટર અને ચૂંટણી અધિકારી પ્રભવ જોશી, અધિક કલેકટર ચૂંટણી મુંછા ઉપરાંત જનરલ ઓબ્ઝર્વર તેમજ ખર્ચના ઓબ્ઝર્વર પણ ઉપસ્થિત રહ્યા હતા. અહીં એ ઉલ્લેખનીય છે કે લોકસભાની આ ચૂંટણીની તૈયારીઓ જે તે બેઠકોના ચૂંટણી અધિકારીઓ દ્વારા લગભગ પૂર્ણ કરી દેવામાં આવી છે. 

તેની સાથોસાથ આચારસંહિતાનો પણ ચુસ્તપણે અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે લોકસભા 26 (એક બિનહરીફ) અને વિધાનસભાની પ બેઠકોની પેટા ચૂંટણીની તૈયારીઓમાં કોઇ કચાશ ન રહે તે માટે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. રાજકોટ બેઠકની ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રભવ જોશી દ્વારા ચૂંટણી સ્ટાફના પ્રથમ અને સેક્ધડ રેન્ડેમાઇઝેશનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. 

આ ઉપરાંત ઇવીએમ મશીનોનું પણ રેન્ડેમાઇઝેશન પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. તેની સાથોસાથ ગઇકાલથી રાજકોટ લોકસભા બેઠક હોમ વોટીંગ શરૂ કરી દેવામાં આવી છે. આગામી ચાર દિવસમાં 8પ વર્ષ કે તેથી વધુ વયના બુર્ઝુગ  મતદારો અને દિવ્યાંગ મતદારો કે જેઓએ ઘરેથી મતદાન કરવાની સંમતિ આપી છે.

તેઓ માટે આ હોમ વોટીંગની કામગીરી આગામી ચાર દિવસમાં પૂર્ણ કરી દેવામાં આવનાર છે. જયારે ચૂંટણી સ્ટાફની તાલીમ અને ચૂંટણીમાં રોકાયેલા અન્ય જિલ્લાના કર્મચારીઓને બેલેટ પેપરથી મતદાન પણ તા.1 સુધીમાં પૂર્ણ કરી દેવા માટે ચૂંટણી પંચ દ્વારા આદેશ અપાયો છે.

રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણી નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટેની તમામ તૈયારીઓ લગભગ પૂર્ણ કરી દેવાયેલ છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આજની આ વિડીયો કોન્ફરન્સમાં લોકસભાની ચૂંટણી સંદર્ભે કલેકટરો, ચૂંટણી અધિકારીઓ, પોલીસ અધિકારી સહિતનાઓને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ હતું.

► બેંગ્લોરની બેલ કંપનીના ઇજનેરોની ટીમ કાલે  રાજકોટમાં : EVM કમીશનીંગની કામગીરી થશે 
             ઉમેદવારોની ઉપસ્થિતિમાં વોટીંગ મશીનોમાં બેેલેટ પેપર સેટ કરાશે

બેંગ્લોરની બેલ કંપનીના 14 ઇજેનરોની ટીમ આવતીકાલે રાજકોટ ખાતે આવી પહોંચનાર છે. આ ઇજનેરોની ખાસ ટીમ દ્વારા ઇવીએમ કમીશનીંગ કામગીરી કરવામાં આવનાર છે. આ ઇજનેરો આગામી 3 દિવસ સુધી આ કામગીરી કરનાર હોવાનું કલેકટર કચેરીના સુત્રોએ જણાવ્યું હતું. 

અહીં એ ઉલ્લેખનીય છે કે રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણી માટે રર36 જેટલા મતદાન મથકો નિયત કરવામાં આવેલ છે આ માટે 360ર બીયુ, ર976 સીયુ અને 3489 વીવીપેટ અગાઉ રેન્ડેમાઇઝેશન કરી વિધાનસભા વિસ્તારવાઇઝ ફાળવી દેવામાં આવેલ હતા આ માટે 8 રીસીવીંગ અને ડિસ્પેચીંગ સેન્ટર નિયત કરાયા છે. 

લોકસભા ચૂંટણીના આડે હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી હોય, આવતીકાલે બેંગ્લોરની બેલ કંપનીના 14 ઇજનેરોની ટીમ રાજકોટ ખાતે પડાવ નાખી રીસીવીંગ અને ડિસ્પેચીંગ સેન્ટરોમાં ઇવીએમ મશીનોમાં ઉમેદવારોના નામના બેલેટ પેપર સેટ કરવાની કામગીરી કરશે.

► હોમ વોટીંગમાં પ્રથમ દિવસે 400થી વધુ મતદારો દ્વારા મતદાન 
         વયસ્ક મતદાતાઓના ઘર આંગણે પહોંચતું ચૂંટણી તંત્ર

રાજકોટ લોકસભા બેઠક વિસ્તારમાં ગઇકાલથી 8પ વર્ષ કે તેથી વધુ વયના તેમજ દિવ્યાંગ મતદારો માટે હોમ વોટીંગ શરૂ કરી દેવાયું છે. જેમાં પ્રથમ દિવસે 400થી વધુ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરેલ છે. આજે બીજા દિવસે પણ હોમ વોટીંગની કામગીરી શરૂ રહેવા પામી છે. 

અહીં ઉલ્લેખનીય છે કે રાજકોટ લોકસભા બેઠક વિસ્તારમાં 8પ વર્ષ કે તેથી વધુ વયના મતદારો ઉપરાંત દિવ્યાંગ મતદારોમાંથી 13પ0 જેટલા મતદારોએ ઘેરથી જ વોટીંગની મંજુરીની સંમતિ આપતા ફોર્મ ભરેલ છે. જે અંતર્ગત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ગઇકાલથી વયસ્ક મતદાતાઓ ઘર આંગણે મતદાન કરી શકે તે માટે મતદાનની કામગીરી આરંભી દેવામાં આવી છે.

 ચૂંટણી કર્મચારીઓ વયસ્ક મતદારોના ઘર પર પહોંચી ત્યાં વયસ્ક મતદારો માટે મત કુટીર ઉભી કરી ઘર આંગણે   મતદાનની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે જેમાં ગઇકાલે 400થી વધુ વયસ્ક નાગરિકો અને દિવ્યાંગ મતદારો એ  પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ઘર બેઠા જ મતદાન કર્યુ હતું. હોમ વોટીંગની આ કામગીરી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આગામી 3 દિવસમાં પૂર્ણ કરી દેવામાં આવનાર છે. 
 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj