રાજકોટ:તા 8
ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી તેમજ સૌરાષ્ટ્રના ખેડૂત આગેવાન ચેતનભાઈ રામાણી જણાવે છે કે, વિશ્ર્વની સૌથી મોટી અને શક્તીશાળી લોકશાહી ભારતની ચુંટણી પ્રક્રીયા ચાલુ છે. જેમા ગઈ કાલે તા.7/5/23 ના રોજ ત્રીજા તબક્કાના મતદાનમા 11 રાજયો અને કેન્દ્રશાસીત પ્રદેશો સામેલ હતા જેમા લોકપ્રીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનુ ઘર અને ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાતા ગુજરાતની 5ણ 25 બેઠકો પર મતદાન યોજાયુ હતુ. કેન્દ્રમાં સતત ત્રીજીવાર નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 400થી વધુ બેઠકો સાથે એનડીએની સરકાર રચવા રાજકોટ જિલ્લા ના પ્રજાજનોએ જે મતદાન કર્યું છે તે બદલ તેમને કોટી કોટી વંદન કરી દિલ થી આભાર વ્યક્ત કરુ છુ.
રાજકોટ બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઇ રૂપાલાના સમર્થનમા ભારતીય જનતા પાર્ટી ના તમામ જિલ્લાઓના તેમજ દરેક મંડલના આગેવાનો, હોદ્દેદાર ઓ, ચુંટાયેલા પ્રતિનિધીઓ, સરપંચ ઓ, બુથ પ્રમુખ ઓ, દેવ દુર્લભ કાર્યકર્તાઓ એ અપેક્ષા વગર તનતોડ મહેનત કરી છે સાથે સોસાયટીઓ, ફ્લેટ વાસીઓ ઢોલ નગારા ની સાથે નાચ ગાન કરી રાષ્ટ્રહીત માટે મતદાન કરવા ખુબ આનંદ, ઉત્સાહ અને ઉમંગભેર મતદાન મથક પહોંચયા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy