રાજકોટ, તા.17
ગોવા ખાતે એમેતુર ફેડરેશન ઓફ રોલર બાસ્કેટ બોલ - મલ્ટી સ્પોટર્સ ફોર ઓલ ફેડરેશન ઈન્ડીયા દ્વારા આયોજીત નેશનલ ચેમ્પિયશિપ-2024 યોજાવાની છે. જેમાં પુજા હોબી સેન્ટરના 14 બાળકો આગામી તા. 26 થી 29 એપ્રિલ સુધી ચાર દિવસ ગોવા જઈ રહ્યા છે. 18 થી વધારે રાજ્યોના બાળકો સ્પીડ સ્કેટિંગ, (કવાર્ડ-ઈનલાઈન) 500 મીટર તથા 1000 મીટરમાં નેશનલ લેવલે ભાગ લેવાના છે.
આ ઉપરાંત ડાન્સમાં સોલો ડાન્સ, ડયુએટ ડાન્સ, ટ્રાયો તથા ગ્રુપ ડાન્સમાં 14 બાળકો ભાગ લેવાના છે. જેમાં બાળકો વેસ્ટર્ન ડાન્સ, ફોક ડાન્સ, સ્કેટીંગ ડાન્સ, ક્ધટેમ્પટરી, સાલ્સા, ગુજરાતી ગરબા જેવી અવનવી કૃતિઓ રજૂ કરશે. પૂજા હોબી સેન્ટરના બાળકો રાહી નાગવેકર, તિર્થા લીંબાસીયા, ફલક પારેખ, આસ્થા અમીપરા, કેશર વૈદ, ભક્તિ વૈદ, શીખા પાબારી, જીયાંશી મંડલી, ચાર્મી ઉદ્દેશી, પ્રેમ ગાંધી, મહમદઝૈદ લખાખાન દુધાત, હદીશ શૈખ અને વેદાંશ મહેતા ગોવા ખાતે સ્કેટિંગ, ડાન્સીંગ તથા રોલર બાસ્કેટ બોલ જેવી સ્પર્ધામાં ભાગ લેશે.
આ તમામ બાળકોને ગુજરાત ડાન્સ એસોસિએશન - ઓલ ઇન્ડિયા ડાન્સ સ્પોર્ટ્સ એસોસિએશન તરફથી શુભેચ્છા મળી રહી છે. ડાન્સ સ્કેટ સ્પોર્ટ્સના ફાઉન્ડર બલવીન્દરભાઈ, ગુજરાત સ્કેટ ડાન્સ એસોસિએશનના પ્રમુખ મૌલેશભાઈ પટેલ, ઉપપ્રમુખ જવાહરભાઈ ચાવડા, સેક્રેટરી પુષ્પાબેન રાઠોડ, ખજાનચી દીપ્તિ પટેલ અને ટ્રસ્ટી ડો. પૂજા રાઠોડ દ્વારા બાળકોને અભિનંદન તથા ઇન્ટરનેશનલ લેવલે બાળકો સિલેકટ થાય તેવી શુભેચ્છા પાઠવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy