જુનાગઢ જિલ્લામાં 485 પ્રાથમિક શાળામાં ચુનાવ કી પાઠશાળા-બાળ સાંસદ યોજાઇ

Local | Junagadh | 18 April, 2024 | 02:20 PM
વિદ્યાર્થીઓએ વાલી-પરિવારજનોને મતદાન માટે પ્રેરિત કર્યા
સાંજ સમાચાર

જુનાગઢ, તા.18
જૂનાગઢ જિલ્લામાં રચનાત્મક અભિગમ સાથે જિલ્લાની પ્રાથમિક શાળામાં ચુનાવ કી પાઠશાળા એવમ બાળ સંસદનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જૂનાગઢ જિલ્લાની 485 જેટલી પ્રાથમિક શાળામાં ચુનાવ કી પાઠશાળા એવમ બાળ સંસદ યોજાઈ ચૂકી છે. 
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં લોકશાહીના મહાપર્વમાં દરેક મતદારો મતદાન કરી સહભાગી બને તે માટે SWEEP અંતર્ગત જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે. 

SWEEPના નોડલ અધિકારી લતાબેન ઉપાધ્યાય જણાવે છે કે, દેશની ભાવી પેઢી એવા વિદ્યાર્થીઓ લોકશાહી શાસન પ્રણાલી અને ચૂંટણી પ્રક્રિયાથી સુપેરે અવગત થાય તે માટે ચુનાવ કી પાઠશાળા એવમ બાળ સંસદ જિલ્લાની પ્રાથમિક શાળામાં યોજવામાં આવી રહી છે. જેમાં હૂબહૂ રીતે વિદ્યાર્થીઓ દ્વારા એક મતદાન મથક તૈયાર અને ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. 

આ ચુનાવ કી પાઠશાળામાં વિદ્યાર્થીઓમાંથી જ મતદાન મથક પરના જુદા જુદા અધિકારીઓ એટલે કે પ્રિસાઇડિંગ, પોલિંગ-1 અને પોલિંગ ઓફિસર બને છે. ઉપરાંત જેમ કોઈ મતદાન મથક પર સુરક્ષાકર્મીઓ, એજન્ટ વગેરે હોય છે. તેમ શાળાના વિદ્યાર્થીઓ ચૂંટણી ફરજ પરના અધિકારી -કર્મચારીની ભૂમિકા ભજવે છે.

ચુનાવ કી પાઠશાળામાં મતદાન માટે શિક્ષકોની મદદથી વિદ્યાર્થીઓએ મત કુટીર, મત પેટી અને મત પત્ર બનાવી, મતદાનની પ્રક્રિયા કરવામાં આવે છે. તો જિલ્લાની કેટલીક શાળાઓમાં મતદાન માટે મોબાઈલમાં ઇવીએમ મશીનની એપ્લિકેશન આધારે મતદાન માટેની પ્રક્રિયા કરવામાં આવી હતી.
લતાબેન ઉપાધ્યાય કહે છે કે, ચુનાવ કી પાઠશાળા હેઠળની આ મતદાનની પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓના વાલીઓ અને ગ્રામ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહે છે, જેથી વાલીઓ પણ મતદાન કરવા માટે પ્રેરાય છે. સાથે જ વિદ્યાર્થીઓ પણ પોતાના ઘરે પરિવારના સૌ સભ્યોને ચુનાવ કી પાઠશાળા વિશે જાણકારી આપે છે અને અચૂક મતદાન કરવા માટે પણ જણાવે છે. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj