મહાનગરપાલિકાના કોન્ટ્રાકટર,વેન્ડર રજીસ્ટે્રશન, રિન્યુઅલ ફી અંગે પરિપત્ર

Local | Jamnagar | 19 April, 2024 | 02:35 PM
સાંજ સમાચાર

જામનગર તા.19

જામનગર મહાનગરપાલિકામાં કોન્ટ્રાકટર, વેન્ડર રજીસ્ટ્રેશન, રિન્યુઅલ ફી નાણાકીય વર્ષમાં પ્રથમ બિલ બનાવવા અંગે  કોન્ટ્રાકટરની પાર્ટી માસ્ટરમાં વિવિધ વિગતો મેળવ્યા બાદ નાણાકીય વર્ષમાં પ્રથમ બિલ બનાવવા જામ્યુકો ચીફ એકાઉન્ટન્ટ દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે.

જામનગર મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટર/વેન્ડર રજીસ્ટ્રેશન/રીન્યુઅલ ફી નાણાંકીય વર્ષમાં પ્રથમ વખત બીલ બનાવતા પહેલા જનરલ બોર્ડ ઠરાવ અનુસાર ભરપાઈ કરવાની થાય છે. ચાલુ વર્ષે પણ આ જ રીતે રજીસ્ટ્રેશન/ રીન્યુઅલ ફી ભરપાઈ કર્યા બાદ જ તેમજ એફ.એ.એસ. મોડયુલમાં કોન્ટ્રાક્ટરના પાર્ટી માસ્ટરમાં વિગતો મેળવ્યા બાદ જ સને 2024-25 નાણાંકીય વર્ષમાં પ્રથમ બીલ બનાવવા જામ્યુકોની યાદી જણાવે છે. જેમાં જણાવ્યું છે કે, જે કોન્ટ્રાક્ટરની પેઢીમાં પોપ્રાઈટરશીપ હોય એટલ ે કે જેના પાનકાર્ડમાં ચોથો અક્ષર ’પી’ આવતો હોય તે તમામ કોન્ટ્રાકટરના આધાર કાર્ડ નંબર પાર્ટી માસ્ટરમાં એડ કરવાના થાય છે.

તમે જ કોન્ટ્રાકટર/વેન્ડર પાસેથી  આધાર-પાન લીંકઅપ અંગેનો સ્ક્રીન શોર્ટ મેળવી એકાઉન્ટ શાખામાં રજુ કરવાના રહેશે. પાનકાર્ડ-આધાર કાર્ડ લીંક ન હોવાના કિસ્સામાં પાર્ટી માસ્ટર એપ્રુવ થઈ શકશે નહીં. હાલની રજીસ્ટર્ડ પાર્ટી તેમજ નવી પાર્ટીના 2જીસ્ટ્રેશન માટે (લાગુ પડતા તમામ કિસ્સામા)ં મોબાઈલ નબં ર, ઈમે ઈલ એડ્રેસ, ઈ.પી.એફ. નંબર, ઈ.એસ.આઈ. નબં ર, પી.ઈ.સી. નબં ર (વ્યવસાય વેરા), પી.આર.સી. (કર્મચારી વ્યવસાય વેરા) નંબર મેળવી ફરજીયાત અપડેટ કરવાના રહશે.

  તેમજ તમામ રજીસ્ટ્રેશન સર્ટીફીકેટની કોપી મેળવવી. સને 2024-25 ના નાણાંકીય વર્ષમાં ઈન્કમટેકસ ટી.ડી.એસ. ની કપાત તમે જ જી.એસ.ટી. ટી.ડી.એસ. ની કપાત ના નિયમોમાં કોઈ પણ ફેરફાર થયેલ નથી. ગત નાણાંકીય વર્ષ મુજબ જ ટી.ડી.એસ. ની અમલવારી કરવાની રહેશે. તેમજ ખાસ જણાવવાનું કે, ટી.ડી.એસ. ની રકમ કપાત પૂર્ણાંક (Rounding)માં જ કરવી. દરેક કોન્ટ્રાકટર/વેન્ડરના બીલ બનાવતા પહેલા બ્રાંચમાં ટેકસ ઈનવોઈસ રજુ કરવામાં આવ  છે.

ચાલુ નાણાંકીય વર્ષ થી કોન્ટ્રકટર/વેન્ડર જી.એસ.ટી. રજીસ્ટર્ડ પાર્ટી હોય તો તેઓને બીલમાં જી.એસ.ટીના નિયમ અનુસાર નીચે મુજબની વિગતે બીલમાં એચ.એસ.એન. કોડ હોવા જરૂરી છે. પાર્ટીનું પાછલા નાણાંકીય વર્ષ નું ટર્ન ઓવર પાંચ કરોડ સુધી હાયે તો -4 ડીજીટ ના  એચ.એસ.એન. કોડ પાર્ટીના બીલમાં હોવો જોઈએ, પાર્ટીનું પાછલા નાણાંકીય વર્ષનું ટર્ન ઓવર પાંચ કરોડ થી વધુ હોય તો -6 ડીજીટ નો અચે .એસ.એન. કોડ પાર્ટીના બીલમાં હોવો જોઈએ. પાર્ટી દ્વારા રજુ થતાં બીલોમાં મહાનગરપાલિકાના જી.એસ.ટી. નંબર ફરજીયાત લખેલ હોવો જરુરી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj