‘દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ’ સહિત અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા

શહેર ભાજપ અધ્યક્ષ મુકેશભાઇ દોશીનો આજે જન્મ દિન: શુભકામનાની વર્ષા

Local | Rajkot | 09 May, 2024 | 04:46 PM
સાંજ સમાચાર

રાજકોટ, તા.9
સમર્પણ ચેરી. ટ્રસ્ટ સંચાલિત દિકરાનું ઘર વૃધ્ધાશ્રમના પ્રમુખ તથા શહેર ભાજપ અધ્યક્ષ મુકેશભાઇ દોશીનો આજે જન્મ દિન છે. તેમને રાજકીય તથા સામાજીક અગ્રણીઓ દ્વારા જન્મ દિનની શુભકામનાઓ મળી રહી છે.

જસદણ તાલુકાના નાના એવા ભાડલા ગામના મુળ વતની અને નોકરીયાત પરિવારમાંથી આવતા મુકેશ દોશીએ પોતાની આવડત, કુનેહ, લાગણીશીલ સ્વભાવ તેમજ ઘસાઇને ઉજળા થવાની ભાવનાને લીધે સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ મહાનગરના જાહેરજીવન, સમાજજીવન, સેવાક્ષેત્રમાં પોતાનું આગવું સ્થાન ઉભું કરેલ છે અને રાજકોટના જાહેરજીવનમાં આદરભર્યું સ્થાન છે. માનવતા જેના લોહીમાં હવે છે તેવા મુકેશભાઇ દોશી માત્ર દોશી પરિવાર જ નહીં રાજકોટ શહેરનું ગૌરવ છે, રાજકોટ રત્ન છે.

શિશુ વયથી જ સંઘના સ્વયંસેવક હોવાનાનાતે રાષ્ટ્રવાદના રંગે રંગાયેલા હોય, રાજકીય ક્ષેત્રમાં ભાજપમાં કાર્યકર્તા તરીકે જોડાઇને નાની મોટી અનેક જવાબદારીઓ સંભાળી તેમજ લોક લડતો-યાત્રાઓમાં ભાગ લીધો. શહેર ભાજપ મંત્રી શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે સફળ કામગીરી બજાવનાર મુકેશભાઇએ કોર્પોરેશનથી લઇને લોકસભાની ચૂંટણીમાં સક્રિય કામગીરી બજાવેલ છે અને એક વર્ષથી રાજકોટ શહેર ભાજપ તરીકે કાર્યરત છે.
તેઓ એક સારા ગાયક, લેખક, વકતા, ઉદ્ઘોષક અને એથી પણ વધુ ઉમદા માનવી એવા મુકેશભાઇ સમાજની હજી વધુને વધુ સેવા કરે, ઈશ્વર લાંબી આવરદા નિરામય અને સુખમય જીવન આપે તેમજ ઈશ્વરના આશિર્વાદ સદા સર્વદા મુકેશભાઇ પર વરસતા રહે એવી શુભેચ્છકો કામના વ્યકત કરી રહ્યા છે. તેમનો મો.નં. 98250 77725 છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj