ભચાઉમાં રખડતા આખલાની ઝપટે આવતા શહેર કોંગ્રેસ મહિલા પાંખના પ્રમુખને ગંભીર ઈજા: પોલીસમાં રજૂઆત

Local | Kutch | 20 April, 2024 | 02:10 PM
શહેરમાં રખડતા આખલાઓને કાબુમાં ન કરતા ન.પા.ના જવાબદાર અધિકારી પર પોલીસ ફરિયાદ કરાશે: ભચાઉ શહેર કોંગ્રેસ સમિતિ
સાંજ સમાચાર

(ગની કુંભાર)
ભચાઉ તા.20

 ભચાઉ નગરના ભટપાળીયા વિસ્તારમાં ગત તા.19ના સાંજના સાડા સાત વાગ્યા આસપાસ પોતાના દિકરા સાથે બાઈક ઉપર બેસીને જતા લક્ષ્મીબેન ધૈયડા જેઓ ભચાઉ નગરપાલિકાના પૂર્વ નાયબ વિપક્ષી નેતા છે હાલમાં ભચાઉ શહેર કોંગ્રેસ મહિલા પાંખના પ્રમુખ છે, સાથે સાથે તાલુકા કોંગ્રેસ મહિલા પાંખના પણ પ્રમુખ છે. એવા આધેડ મહિલાને ઝગડતા આખલાએ હડફેટે લેતા જીવ ગુમાવવો પડે એવી સ્થિતિ ઉભી થઈ છે. એમના પગે સાથળના ભાગે ગંભીર ફ્રેકચર થયું છે. વળી પાર વગરની મૂંઢમારથી મહિલાની હાલત ગંભીર બની છે.

 અમોએ અનેક વખત આ બાબતે ઉપર લેવલે આ રખડતા આખલાઓના ત્રાસ અંગે રજુઆતો કરી છે પરંતુ માત્ર ભ્રષ્ટાચાર અને ભાગબટાઈમાં રાચતા વહીવટી તંત્ર આ લોક સમસ્યાઓ બાબતે એક ટકો પણ કામ કરતા નથી. દસેક દિવસ અગાઉ એક જૈન વણીક મહિલાને પણ આખલાએ ગંભીર ચોટ પહોંચાડેલ. એ મહિલા સાત દિવસ દવાખાને દાખલ રહેલ. બે દિવસ પહેલા એક ઈનોવાર કારને આખલાએ નુકશાન પહોંચાડેલ અંદર બેઠેલા લોકો ડરના માર્યા ગાડીમાંથી બહાર ન નિકળેલ. આમ ભચાઉ નગરમાં રખડતા ઢોરોએ અવારનવાર લોકોને ભયંકર શારિરીક ઈજાઓ પહોંચાડી હોય છતાં

નગરપાલિકાના મુખ્ય જવાબદાર અધિકારી સરકારી પગાર મેળવી, સરકારી કામો જે લોકહિતમાં હોય એવા કામ ન કરી જનતા સાથે બેઈમાની કરી રહેલ છે. આશરે પાંચેક મહિના પહેલા નવી ભચાઉના એક વૃધ્ધ આખલાની હડફેટે મૃત્યુ થયું હતું એવું પણ જાણવા મળેલ છે.

 વળી થોડા દિવસ પહેલા 67 વરસના એક વૃધ્ધને રાપરમાં આખલાએ મારી નાખેલા એ સમાચાર પણ આવેલા. આવા વારંવાર ગંભીર બનાવો બનતા હોય છતાં નગરપાલિકા હેઠળના જવાબદાર અધિકારીઓ એક ટકો પણ આ બાબતે પગલા ભરતા નથી. પોતાના ટીએ, ડીએ, અન્ય ભથાઓના બીલો બનાવવામાં કયારેય ન ચુકતા આ અધિકારીઓ પ્રજાને કનડતી મુસીબતો અંગે શા માટે ચૂપ રહે છે? ભચાઉ નગરપાલિકા પાસે રખડતા ઢોરોને પકડવાની ટ્રોલી પણ છે. વળી આ રખડતા ઢોરોને સાચવવા કચ્છભરમાં અનેક ખાનગી જીવદયાપ્રેમીઓ દ્વારા ચાલતા ઢોરવાડાઓ પણ છે.

છતા કયાં કારણોસર આ રખડા આખલાઓ ભચાઉ નગરપાલિકા માટે ભચાઉ નગરમાં જ રખડતા રાખવાના ફાયદા છે એ સમજાતું નથી. તા.19ના શુક્રવારે બનાવ સંબંધે અમોએ તત્કાલીન ભચાઉ પોલીસ મથકે આ બાબતની જાણ પણ કરેલ છે. આ બનાવ અંગે ભચાઉ પોલીસ મથકે ફરીયાદ લખાવશું. જો આ બનાવના જવાબદાર અધિકારીઓ ઉપર કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભચાઉ નગરમાં અમો આખલાઓથી બચવા લોકોને સાથે રાખી ઉપવાસ, જન આંદોલન કરવાની ફરજ પડશે. આ આંદોલનની આગેવાની એક જવાબદાર નાગરિક તરીકે રાઠોડ મનજીભાઈ (પ્રમુખ ભચાઉ શહેર કોંગ્રેસ) કરશે તેમ જણાવાયું છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj