જામનગર લોકસભા બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા કરાયા જીતના દાવા

Saurashtra, Politics, Lok Sabha Election 2024 | Jamnagar | 08 May, 2024 | 03:18 PM
સાંજ સમાચાર

જામનગર તા.8

જામનગર લોકસભાની ચૂંટણીમાં   મતદાન સમયે 36 ડિગ્રી તાપમાન વચ્ચે  57.17 ટકા મતદારો મતદાન કરવા છતાં ભાજપ અને કોંગ્રેસ બન્ને રાજકીય પક્ષના પ્રમુખોએ જામનગર લોકસભા બેઠક ઉપર જીતનો દાવો કર્યો છે.

 જામનગર શહેરમાં 7 મેન દિવસે 36 ડિગ્રી તાપમાનમાં ભારે ગરમી હતી.ત્યારે છેલ્લા એક મહિનાની રાજકીય ગરમીની અસર મતદાનમાં જોવા મળી ના હતી.ક્ષત્રિય સમાજના રૂપાલા વિરોધી આંદોલન પછી પણ મતદાન  વધ્યું નથી.એટલું જ નહીં મતદાન વધારવાની ચૂંટણી તંત્રની તેજ કવાયતો છતાં જામનગર લોકસભાની ચૂંટણીમાં ગત ચૂંટણીમાં થયેલ મતદાન કરતા ઓછુ  થયું છે.આવખતે  માત્ર 57.17 ટકા. મતદારો મતાધિકારનો ઉપયોગ કરવા છતાં ભાજપ અને કોંગ્રેસ પક્ષના જીલ્લા અધ્યક્ષ જીતના દાવા કર્યા હતા.

 જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ મુગરાએ લોકસભાની ચૂંટણીમાં મતદાન ઓછું થવા પાછળ અતિ ગરમીનું કારણ ગણાવ્યું હતું.તેઓ  ગામડાઓમાં લુ જરતી હતી.તેના લીધે ગ્રામ્ય મતદારોએ મતદાન કરવા બહાર ઓછા આવ્યા હતા. આમ છતાં જામનગરની બેઠક ઉપર પૂનમબેન માડમ ની  બે લાખથી વધુની લીડ સાથે હેટ્રિક કરશે તેવો દાવો રમેશ મુગરાએ કર્યો હતો.

જામનગર લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસપક્ષ તરફથી વકીલ જે.પી મારવીયા જીતનો દાવો જિલ્લા અધ્યક્ષ મનોજ કથીરીયાએ કર્યો હતો.તેઓ ઓછા મતદાન થયું છે પરંતુ  જે મતદાન થયું છે તે કોંગ્રેસ તરફ થયું છે. તેઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં  મતદાન  થયું છે.

જામનગર શહેર ભાજપ અધ્યક્ષ ડો વિમલ કગથરાએ  શહેરમાં મતદાન ગત ચૂંટણી સમકક્ષ થયું છે.શહેરી વિસ્તારના મતદારો હમેશા ભાજપ તરફ મતદાન કરતા હોય છે. તેજ રીતે આ વખતે લોકસભાની ચૂંટણીમાં મતદારોએ ભાજપ તરફી મતદારોએ મતદાન કર્યું છે. તેથી જામનગરના 78 અને જામનગર 79 બન્ને વિધાનસભામાથી મોટી લીડ સાથે પૂનમબેન માડમની જીત નક્કી હોવાનો દાવો શહેર અધ્યક્ષ વિમલ કગથરા કર્યો હતો. 

ભાજપ અને કોંગ્રેસ પક્ષના જીતના દાવો વચ્ચે આગામી તા.  4 જૂને ઇ વી એમ ખુલ્લે ત્યારે કોનો દાવો  કેટલો સાચો પડે છે  તે  જોવું રહ્યું.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj