જામનગર તા.17
જામનગરમાં સજુબા સ્કુલ વિસ્તારમાં રેંકડીઓની ભરમાર હોવાને કારણે રેંકડી ધારકોને ઉભવાની જગ્યા માટે પડાપડી કરવી પડે છે. પરિણામે નજીવી માથાકુટમાં લોહિયાળ મારામારી થઈ જવા પામી હોવાનો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. બે રેંકડી ધારકો અને તેના ભાઈઓ વચ્ચે લાકડાના ધોકા વડે મારામારી થતાં બંને પક્ષે એક-એક ઘાયલને હોસ્પિટલમાં સારવાર લેવી પડી છે.
સેન્ટ્રલ બેન્ક વિસ્તારમાં રહેતા અને સજુબા સ્કુલ પાસે ફુટની લારી રાખીને ધંધો કરતા ફરિયાદી પિયુષ પ્રવિણભાઈ દાવડાએ કાંતિ નકુમ તેના પિતા મનસુખભાઈ તથા ભાઈ સંજય સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા.15ની સવારે 10 વાગ્યે ફરિયાદી પિયુષ અને તેનો ભાઈ જિજ્ઞેશ બંને ધંધો કરતા હતા. ત્યારે કાંતિ નકુમએ આવીને રસ્તા પર રેંકડી રાખતા જિજ્ઞેશે તેને રેકડી સાઈડમાં લેવાનું કહેતા ક્રાંતિ તેમજ તેનો ભાઈ સંજય અને પિતા મનસુખભાઈ આવીને લાકડાના ધોકા વડે જિજ્ઞેશ અને તેના ભાઈ પિયુષ દાવડા ઉપર તુટી પડયા હતા. આ હુમલામાં જિજ્ઞેશને માથામાં ધોકો વાગતા 10 ટાંકા આવ્યા હતા. તેથી પોલીસે પિયુષની ફરિયાદ પરથી ત્રણેય પિતા-પુત્રો સામે હુમલો કરીને ગંભીર ઈજા પહોંચાડવા અંગે ગુનો નોંધ્યો હતો સામે પક્ષે સંજય મનસુખભાઈ નકુમે પિયુષ અને જીગ્નેશ સામે ફરિયાદ નોંધાવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy