મોરબીમાં ઘર પાસે પાર્ક કરેલ ગાડી પોતાની હોવાનું માની લઈને લઈ જવાનો પ્રયાસ કરનાર રાજકોટના 13 શખ્સો સામે ફરિયાદ

Local | Morbi | 19 April, 2024 | 12:32 PM
સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.19
મોરબીના વીસીપરા વિસ્તારમાં ચાર ગોદામની પાછળના ભાગમાં આવેલ ગુલાબનગરમાં રહેતા શરીફાબેન ઉર્ફે મુમતાજબેન દાઉદભાઈ જામ જાતે મિયાણા (40)એ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આનંદ ગણપતભાઈ દવે રહે. ખોડીયારનગર રાજકોટ, ભાવિક ભરવાડ, રવિ ભરવાડ, અભય મકવાણા, ધવલ મકવાણા, ધર્મેશ બારોટ, ધવલભાઇ મુકેશભાઈ પ્રજાપતિ, રજત સાવલિયા, પાર્થ પટેલ, વિવેક ઉમરેઠીયા, ભરત ડાંગર, સમીર સલીમભાઈ શાહમદાર અને સાહિલ બોદુભાઈ રહે બધા રાજકોટ વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે. 

જેમાં તેમણે જણાવ્યું છે કે રસુલભાઈની હુંડાઈ  કંપનીની વેરના ગાડી તા. 18/4 ના બપોરના દોઢેક વાગ્યાના અરસામાં તેના ઘરની બહાર રાખવામાં આવી હતી ત્યારે જુદા જુદા વાહનોમાં આવેલા આરોપીઓએ તે ગાડી પોતાની હોવાનું માનીને કોઈ પણ પ્રકારની ખાતરી કે તપાસ કર્યા વગર તે ગાડીને લઈ જવાની કોશિશ કરી હતી જેથી કરીને તેને ફરિયાદી તથા દાઉદભાઈએ રોકતા તેઓની સાથે આરોપીઓએ બોલાચાલી કરી હતી અને ગાળો આપી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જેથી કરીને ભોગ બનેલ મહિલા દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રાજકોટના 13 શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઈપીસી કલમ 504, 506 (2), 143 અને 149 મુજબ ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વી.એલ. વાઘેલા ચલાવી રહ્યા છે.
 

યુવતી ઉપર હુમલો
વાંકાનેરના ખંભારા પરામાં રહેતી ડાલીબેન લક્ષ્મણભાઈ ફાંગલીયા જાતે ભરવાડ (21)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે હાલમાં તેજાભાઈ જીવણભાઈ ગમારા રહે ખંભારા પરા તાલુકો વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ગામના અવાડે પાણી ભરવા માટે તેને જવાનું થતું હોય તે બાબતે અગાઉ આરોપીએ ફરિયાદી સાથે બે વખત બોલાચાલી કરી હતી અને તેના ભાઈ વિરમ સાથે ઝઘડો પણ કર્યો હતો અને અવારનવાર ગાળો આપતો હતો તેવામાં ગઈકાલે બપોરના સવા વાગ્યાના અરસામાં યુવતી અવાડે પાણી ભરવા જતી હતી ત્યારે આરોપીએ તેને ગાળો આપીને લોખંડના પાઇપ વડે માથામાં તથા ગળાના પાછળના ભાગમાં માર મારીને ઈજા કરી હતી જેથી ઈજા પામેલ યુવતીને સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ તેને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj