જામનગર તા.24
જામનગર શહેરના શંકરટેકરી નવી નિશાળ સામે રહેતા વસીમભાઈ હાજીભાઈ ખફી (ઉ.વ.33) નામના યુવાનને બે મહીના પહેલા તેમની પત્ની શહેનાઝ સાથે ઝગડો તથા તેણી 4 વર્ષના પુત્ર સાથે માતાના ઘરે જતી રહી હતી. આ દરમ્યાન ગઈકાલે બપોરના સમયે યુવાને પત્ની શહેનાઝને ફોન કરીને પુત્ર સાથે વાત કરાવવાનું કહેતા પત્નીએ ઘરમાં નથી તેમ કહીને ઝગડો કરવા લાગી હતી. જેથી યુવાને ફોન મુકી દીધો હતો. જે બાદ સાંજના સવા આઠેક વાગ્યે તેમની પત્ની શહેનાઝ તેમજ પાટલા સાસુ અંજુમબેન અનવર ઉર્ફે અન્નો ખફી અને સાસુ રસીદાબેન ગુલઝાર ખફી ઘરે આવી હતી અને રાડો પાડતી હોવાથી યુવાન ઘરમાંથી બહાર નિકળ્યો ન હતો. તેમની પાટલા સાસુ એકદમ ગુસ્સે થઈને તને તો આજે છરીના ઘોદા મારી મારી નાંખવો છે અને અન્નાને કહી તારૂ તો મર્ડર જ કરાવી નાંખવું છે. તેવી ધમકી આપીને જતી રહી હતી અને યુવાને 100 નંબરમાં ફોન કરતાં પોલીસ આવી ગઈ હતી અને યુવાનની ફરિયાદ પરથી પત્ની, સાસુ અને પાટલા સાસુ સામે ફરિયાદ નોંધાવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy