જુનાગઢમાં બે મહિલાઓ દુષ્કર્મનો ભોગ બનતા ફરિયાદ

Local | Junagadh | 26 April, 2024 | 01:57 PM
બિલખા ગ્રામ્ય વિસ્તારની સગીરા પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યાની રાવ
સાંજ સમાચાર

જુનાગઢ તા.26
 જુનાગઢ એ ડીવીઝનના સોજની ટાંકી પાસે આવેલ હાટકેશ મંદિર પાસેના દિપ એપાર્ટમેન્ટમાં રહેતી મહિલા સાથે જુનાગઢ આશિયાના સોસાયટી ગીરીરાજ મેઈન રોડ પર રહેતો આરોપી પરાગ રમેશ ચાવડા વર્ષ 2023ના 9મા માસતી વર્ષ 2024ના માચ માસ દરમ્યાન મહિલા સાથે બળાત્કાર કર્યાની ફરીયાદ ગઈકાલે એ ડીવીઝનમાં નોંધાતા એ ડીવીઝન પોલીસે કલમ 376 (2) એન. એટ્રોસીટી એકટ 3 (2) (5) નીચે ગુનો નોંધી ના.પો. અધિકારી એસી એસટીના જે.કે. ઝાલાએ તપાસ હાથ ધરી છે.

 બીજી ઘટના ધરારનગર બિલખા રોડ પર રહેતી મહિલા સાથે રાજકોટના પડધરી તાલુકાના તરઘડી ગામે રહેતો જીગર મહેશ પરમારે વારંવાર બળાત્કાર ગુજાર્યાની એ ડીવીઝન પોલીસમાં ફરીયાદ ગઈકાલે નોંધાવતા પોલીસે 376 (2) એન. એટ્રોસીટી એકટ 3 (2) (5) મુજબ ગુનો નોંધી ના.પો. અધિકારી એસટી એસસી સેલના જે.કે. ઝાલાએ તપાસ હાથ ધરી છે.
 

ત્રીજી ઘટના જુનાગઢ નજીકના બીલખા અને આજુબાજુ ગામની સીમમાં સગીરા સાથે અજાણ્યા શખ્સે 6 માસ પૂર્વે તા.25-4 દરમ્યાન વારંવાર બળાત્કાર કર્યાની ફરીયાદ સગીરાએ નોંધાવતા બીલખા પોલીસે ઈ.પી.કો. 376 (3) 506 (2) પોસ્કો એકટ ક. 4,6,8,12 મુજબ ગુનો નોંધી અજાણ્યા ઈશમને ઝડપી લેવા મહિલા યુનિટના ઈન્ચાર્જ પીઆઈ એન.એલ. પાંડોરે તપાસ હાથ ધરી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj