મેંદરડાનાં દેવગઢની સીમમાં મકાનમાંથી તસ્કરો ટી.વી.-ફ્રીઝ ઉઠાવી ગયાની ફરિયાદ

Local | Junagadh | 19 April, 2024 | 01:38 PM
જુનાગઢના ઈવનગરમાં મનપા ટ્રેકટર ચાલકને માર માર્યો
સાંજ સમાચાર

જુનાગઢ તા.19
મેંદરડા તાલુકાના વિવિધ ગામડાઓમાં સીમ ચોરીમાં અગાઉ ફરિયાદ નોંધાઈ હતી જેમાં વધુ એક ફરિયાદ નોંધાવા પામી છે.
જુનાગઢ રાયજી બાગ શેરી નં.15માં રહેતા અને મેંદરડાના 

દેવગઢ ગામે સીમમા વાડી ધરાવતા ફરિયાદી કીશનભાઈ માલદેભાઈ નંદાણીયા (ઉ.49) એ મેંદરડા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં 
એકાદ માસ પહેલા તેમની દેવગઢ ગામની સીમ સમઢીયાળાના રસ્તે આવેલ વાડીના મકાનની બારી તોડી રૂમમાં રાખેલ એલ.જી. કંપનીનું ફ્રીઝ રૂા.6000, સનસુઈ કંપનીનું એલઈડી ટીવી રૂા.20000 સહિત કુલ રૂા.26000ની મતાની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવતા મેંદરડા પીએસઆઈ એસ.એન.સોનારાએ તપાસ હાથ ધરી છે.
 

હુમલો
વંથલીના ગાઠીલા ગામે રહેતા અને જુનાગઢ મનપામાં ટ્રેકટર ડ્રાઈવર મહેશભાઈ કાન્તીભાઈ પરમાર (ઉ.26) ઈવનગર ખાતે ટ્રેકટર લઈને કચરાના કામે ગયેલ હોય ત્યારે આરોપી દિલીપ કરસન જાદવ (ઉ.55) એ કહેલ કે તું કચરાનું ટ્રેકટર ઉભું કેમ રાખતો નથી તેમ કહી ગાળો આપી ઢીકાપાટુનો માર મારી લાકડીના બળીયા વડે પીઠ-છાતીમાં માર મારી ફરીવાર જો ગામમાં આવીશ તો ટ્રેકટર સળગાવી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj