ચૈત્ર માસની આયંબિલની 23મીએ પૂર્ણાહુતિ

Local | Jamnagar | 19 April, 2024 | 02:26 PM
સાંજ સમાચાર

જામનગર તા.19

ચેત્ર માસમ જૈનોમાં આયંબિલનું મહત્વ છે. જેમાં તેલ, મીઠા વગરનું એક જ સમયનું ભોજન લેવામાં આવે છે. વિવિધ ગુરુ ભગવંતોની નિશ્રામાં જામનગરમાં છ સ્થળોએ વિવિધ જૈન સંઘોમાં ચૈત્ર માસની આયંબિલ ઓળીનો આરંભ તા.15થી થયો છે. જેની પુર્ણાહુતિ તા.23મીએ અને પારણા તા.24ના બુધવારે ચૈત્ર વદ-એકમના રોજ થશે.

શહેરમાં પેલેસ દેરાસર, પટેલ કોલોનીના શંખેશ્વર પાર્શ્વનાથજી દેરાસરના આયંબિલ ભુવન, લોકાગચ્છના વંડા સહિતના 6 જેટલા આયંબિલ ભુવનોમાં તા.15ના રોજ ઋજઆયંબિલની ઓળીનો આરંભ થયો હતો. વીશા શ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જૈન સંઘના જ્યોતિ- વિનોદ ઉપાશ્રય, ચાંદી બજાર સામે આચાર્ય વિજય અભયશેખરસુરીશ્વરજી મહારાના શિષ્ય પન્યાસ પ્રવર જગતશેખરવિજયજી મહારાજ અને અન્ય ગુરુજનોની નિશ્રામાં ચૈત્ર સુદ-સાતમથી આયંબિલની ઓળીના પ્રવચન બાદ સંઘની અમૃતવાડી ખાતે આયંબિલ યોજાયા હતા. જેમાં 250 જેટલા ભાઈઓ- બહેનો-બાળકોએ ભાગ લીધો હતો. ચૈત્ર માસની આયંબિલની ઓળીની પુર્ણાહુતિ બાદ તા.24ના બુધવારે સવારે 8:30 વાગ્યે તપરવીઓનાં પારણા યોજાશે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj